વડોદરા: યુવકનું શંકાસ્પદ મોત, મૃતક નશાનો બંધાણી હોય ઓવરડોઝના પગલે મોતની આશંકા
- સમા પોલીસે મકાન સંચાલક અને મૃતકના મિત્રની પૂછપરછ હાથ ધરીવડોદરા,તા.08 ઓગષ્ટ 2022,સોમવારનશામુકત અભિયાન વચ્ચે વડોદરા સહિત રાજ્યભરમાં ડ્રગ્સ અને નશીલા પદાર્થના વેપલાનો કારોબાર ફૂલયો ફાલ્યો હોવાનું પોલીસ ફરિયાદો ઉપરથી પ્રતિત થાય છે. તેવામાં વડોદરા શહેરના સમા વિસ્તારમાં નસાના બંધાણી યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. વડોદરા શહેરના સમા ચાણક્યપુરી ચાર રસ્તા પાસે રાધે ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં નશાના બંધાણી યુવકનું શંકાસ્પદ મોત નીપજયુ છે.મૃતક યુવાન વિવેક કરણ હોવાની વિગતો સપાટી પર આવી છે. જ્યારે મકાન સંચાલક અને મૃતકના મિત્ર વિક્રમ રાવતની સમા પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવાન એકલ વાયુ જીવન ગુજારતો હતો. સ્થાનિક આગેવાન જીતેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સની ઘુસણખોરીથી યુવા ધન બરબાદ થઈ રહ્યું છે. નજીવી કિંમતે ખુલ્લેઆમ નશીલા પદાર્થો મળી રહ્યા છે. પોલીસ કમિશનરે ઘટનાની ગંભીરતા સમજી નશાના કારોબાર ઉપર અંકુશ માટે કઠોર કાર્યવાહી કરવી જરૂરી છે. ડ્રગ્સના રવાડે ચડેલા યુવાનનું મોત નીપજ્યું છે .જે ખરેખર અન્ય ડ્રગ્સના બંધાણી માટે બોધપાઠ સમાન કિસ્સો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.