વડોદરા: સિલ્વર લાઈન કોમ્પ્લેક્સમાં ચાલતી દારૂની મેહફીલ ઉપર પોલીસ ત્રાટકી : ખાનદાન નબીરા ઝબ્બે - At This Time

વડોદરા: સિલ્વર લાઈન કોમ્પ્લેક્સમાં ચાલતી દારૂની મેહફીલ ઉપર પોલીસ ત્રાટકી : ખાનદાન નબીરા ઝબ્બે


વડોદરા,તા.08 ઓગષ્ટ 2022,સોમવારવડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારના સિલ્વર લાઈન કોમ્પ્લેક્સની ઓફિસમાં દારૂની મહેફિલ માણનાર ચાર નબીરાઓને સયાજીગંજ પોલીસે ચોક્કસ માહિતીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સયાજીગજ પોલીસ મથકના જવાનો હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમયે તેઓને ચોક્કસ માહિતી મળી હતી કે,સિલ્વર લાઈન કોમ્પ્લેક્સ દુકાને નંબર 115 લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડતા ઓફિસમાં દારૂની મહેફીલ માણતા ચાર શખ્સો મળી આવ્યા હતા. જેમાં રાજકુમાર રામલખન યાદવ ( ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો, અકોટા), ક્રિષ્ના ભીખાભાઈ કહાર ( કહાર મહોલ્લો, ફતેપુરા ), સન્ની કમલેશભાઈ ધોબી ( ચિત્તેખાનની ગલી ,માંડવી ) અને કૃણાલ રાજેશભાઈ ચૌહાણ ( કુંભારવાડા, ફતેપુરા )નો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન પોલીસે  ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ, ચાખણું, ગ્લાસ, સોડા બોટલ તથા ચાર મોબાઈલ ફોન મળી કુલ 27600ની મત્તા કબ્જે કરી આરોપીઓની પ્રોહીબિશનના ગુનામાં અટકાયત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.