વડોદરા: ફ્લાય ઓવર બ્રિજની કામગીરીના કારણે આજથી એક મહિનો રોડ બંધ અને ડાયવર્ઝન - At This Time

વડોદરા: ફ્લાય ઓવર બ્રિજની કામગીરીના કારણે આજથી એક મહિનો રોડ બંધ અને ડાયવર્ઝન


- મલ્હાર જંકશન ખાતે કામગીરી કરવાની હોવાથી ટ્રાફિક સલામતી માટે નિર્ણય - બ્રિજ નીચે રોકસ્ટાર સર્કલ ખાતેથી રસ્તો ખુલ્લો કરાયો વડોદરા,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવારવડોદરા શહેરમાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી 230 કરોડના ખર્ચે ફ્લાય  ઓવર બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે. આ બ્રિજની કામગીરી સંદર્ભે આશરે એક મહિના સુધી રોડ બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા બ્રિજની બાકી રહેલી કામગીરી અંગે મલ્હાર જંકશન ખાતે ફ્લાય ઓવર બ્રિજના અપ એન્ડ ડાઉનના મુખ્ય બ્રિજના બંને તરફના 40 મીટરના સ્પાન ની કામગીરી કરવાની છે. જે આજથી શરૂ કરવાની છે. આ કામગીરી દરમિયાન રોડ પરથી પસાર થતા ટ્રાફિકની સલામતી જળવાઈ રહે તે માટે મલ્હાર જંકશનથી ટ્રાફિકની અવરજવર તારીખ 20 સપ્ટેમ્બર સુધી બંધ કરાશે. આના વિકલ્પે બી પી સી રોડ( ઊર્મિ તરફ થી )લાયન્સ હોલ બાજુ જવા માટે વીજીએલ ઓફિસથી રોકસ્ટાર થઈને જઈ શકાશે. લાયન્સ ક્લબ હોલ તરફથી બીપીસી રોડ તરફ જવા માટે ચકલી સર્કલ થઈને જઈ શકાશે. બ્રિજની લાંબા સમયથી ચાલતી કામગીરીના કારણે હાડમારી ભોગવતા વાહનચાલકોને રોડ બંધ અને ડાયવર્ઝન કારણે વધુ હાલાકી ભોગવવી પડશે. મલ્હાર જંકશન ખાતે બ્રિજ ચડવા અને ઉતરવા માટેના સ્પાનની કામગીરી સ્થળ ઉપર  જ કરાશે, અને 30 દિવસમાં કામ પૂર્ણ કરાશે .આ છેલ્લું કાર્ય છે. વચ્ચેના મુખ્ય સ્પાનનું કાર્ય પૂર્ણ થયું છે. બીજી બાજુ બ્રિજ નીચે રોકસ્ટાર સર્કલ ખાતેથી ગઈ રાતે રસ્તો ખુલ્લો કર્યો છે. જેના કારણે વાહનચાલકોને આવજા કરવામાં હવે સરળતા રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.