ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય અને નેશનલ હાઈવે નંબર 48 પર ફોર લેનના સ્થાને સિક્સલેન બ્રિજ બનાવવાના પ્રસ્તાવ વડોદરાના સાંસદે લોકસભામાં રજૂ કર્યા
વડોદરા,તા.06 ઓગષ્ટ 2022,શનિવારલોકસભાના ચોમાસુ સત્ર દરમિયાન વડોદરાના સાંસદને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના બિલના સમર્થનમાં અને નેશનલ હાઇવે નંબર 48 પર વડોદરા મુંબઈ તરફ જતા ફોર લેન બ્રિજ છે તેને સિક્સલેન બ્રિજમાં પરિવર્તિત કરવાનો પ્રસ્તાવ રજૂ કરવાની તક મળી હતી.લોકસભાના ચોમાસુ સત્રમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા ગતિશક્તિ વિશ્વ વિદ્યાલય 2022 બીલના સમર્થનમાં પ્રસ્તાવ રજુ કર્યો હતો.તેમણે પ્રસ્તાવ રજૂ કરતા જણાવ્યું હતું કે, વડોદરાના નેશનલ રેલ એન્ડ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટને કેન્દ્રિય ગતિશક્તિ વિશ્વ વિદ્યાલય નો દરજ્જો આપવાની મંજુરી આપવામાં આવી છે જેમાં NRTIને ગતિશક્તિ વિશ્વ વિદ્યાલયનું સ્થાન મળ્યા બાદ ઇન્સ્ટીટ્યુટની ક્ષમતામાં વધારો થશે તથા આનો લાભ ફક્ત ગુજરાતના વિદ્યાર્થીઓને જ નહિ પણ દેશભરના વિદ્યાર્થીઓને પણ મળશે.તેમણે ગતિશક્તિ કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયનુંનું સર્વોચ્ચ કેમ્પસ વડોદરાને આપવામાં આવ્યું છે જે વડોદરાના લોકો માટે ગૌરવની વાત હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, આ વિશ્વ વિદ્યાલય માં ટ્રાન્સપોર્ટ/લોજીસ્ટીક એજ્યુકેશન અને કૌશલ્ય વિકાસ સબંધિત અભ્યાસક્રમો – ગ્રેજ્યુએટ, પીએચડીની સાથે એપ્લાયડ રીસર્ચ જેવા વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.ગતિશક્તિ વિશ્વ વિદ્યાલયની મહત્વપૂર્ણ વાત એ છે કે તેમાં માત્ર રેલ પરિવહનને લગતા જ અભ્યાસક્રમો નહિ પરંતુ માર્ગ પરિવહન, જળ પરિવહન, હવાઈ પરિવહન જેવા અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા વડોદરા લોકસભા મતક્ષેત્રના નેશનલ હાઇવે-48નો બ્રીજ જે સાંકળો હોવાને કારણે મુસાફરી કરતા યાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અમદાવાદથી જે પણ મુસાફરોને NH-48 થી ભરૂચ સુરત કે મુબઈ જવું હોય તો વડોદરા થી જવું પડતું હોય છે અમદાવાદ થી વડોદરા સુરત અને મુંબઈ જતો હાઇવે 6 લેનનો છે પરંતુ વડોદરા થી ભરૂચ જતાં વચ્ચે જામ્બુવા, વિશ્વામિત્રી, પોર, બામણગામ અને નાનાફોફાડીયા ગામ પાસેનો ઓવરબ્રિજ 4 લેન ના છે જેનાથી વડોદરા થી ભરૂચ વચ્ચે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઉદ્ભવે છે તથા ત્યાં એક એક કલાક સુધીના ટ્રાફિક જામની સમસ્યાનું સામનો કરવો પડે છે અને સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતની દુર્ઘટના વડોદરાના જામ્બુવા બ્રીજ પાસે સર્જાય છે જેથી વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે તથા કોઈ વિકટ દુર્ઘટના ન સર્જાય તે માટે વડોદરા લોકસભા મતક્ષેત્રના વડોદરાના જામ્બુવા, વિશ્વામિત્રી, પોર, બામણગામ તથા નાનાફોફળીયા 4 લેન માર્ગે ને 6 લેન બ્રીજમાં પરિવર્તન કરવાનો પ્રસ્તાવ માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.