વડોદરા: નોકરાણી માફક રાખતા સાસરિયાઓ સામે પરણીતાની ફરિયાદ - At This Time

વડોદરા: નોકરાણી માફક રાખતા સાસરિયાઓ સામે પરણીતાની ફરિયાદ


વડોદરા, તા. 18 ઓગષ્ટ 2022, ગુરૂવારનોકરાણી માફક કામ કરાવી,શારીરિક અને માનસિક ત્રાસ આપવાના આક્ષેપ સાથે પરણીતાએ પતિ સહિત સાસરી પક્ષના ચાર સભ્યો વિરુદ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2021 દરમિયાન જ્ઞાતિના રિવાજ મુજબ મારા લગ્ન ગોધરા ખાતે રહેતા જયકુમાર સુખડિયા સાથે થયા હતા. મારા પિતાએ સાસરી પક્ષના કહેવાથી બે લાખ રૂપિયા રોકડા ચૂકવ્યા હતા. તેમ છતાં લગ્નના બીજા દિવસે તિજોરી, સેટી પલંગ જેવી અન્ય વસ્તુઓની દહેજ પેટે માંગણી કરવી હતી. ઘરમાં કામવાળી બહેનને કામ ઉપરથી છૂટી કરી જણાવ્યું હતું કે, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરની લક્ષ્મી જ ઘરનું બધું કામ કરતી હોય છે. સાત વ્યક્તિઓનું કામ મને એકલા હાથે કરવાનો વખત આવ્યો હતો. અને સાસરીમાંથી કઈ લાવી નથી તને ગંભીર પ્રકારનો રોગ છે તેમ જણાવી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. દરમિયાન સાસરી પક્ષ તરફથી છૂટાછેડા માટે પણ દબાણ કરવામાં આવ્યું છે. મે મહિના દરમિયાન ઝઘડો થતાં મને કાઢી મૂકી હતી ત્યારથી હું પિયરમાં છું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.