વડોદરા : કોર્પોરેશન દ્વારા રૂ.431 કરોડની ડિપોઝિટ અધવચ્ચેથી ઉપાડી લેતા રૂ.પાંચ કરોડનું નુકસાન
વડોદરા,તા.29 જુલાઈ 2022,શુક્રવારવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2021 22 ના ઓડિટ રિપોર્ટમાં હિસાબી શાખા દ્વારા જુદી જુદી ખાનગી બેંકમાં મૂકેલી ₹431 કરોડની ફિક્સ ડિપોઝિટ મુદત પૂરી થાય તે પહેલા જ વટાવી લીધી હતી જે અંગે ઓડિટ રિપોર્ટમાં ગંભીર નોંધ લેવામાં આવી છે જેને કારણે કોર્પોરેશનને મળવા પાત્ર વ્યાજની રકમમાં પાંચ કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.હિસાબી શાખા દ્વારા બેન્કમાં રહેલા વધારાના નાણાનું બેન્ક ફીક્સ્ડ ડીપોઝીટ માં સમયાંતરે મ્યુ. કમિશનરની મંજૂરી મેળવીને રોકાણ કરવામાં આવે છે. ફંડની જરૂરીયાત મુજબ આવી Fixed Deposit વટાવવામાં આવતી હોય છે.ગત વર્ષે જુલાઇ-૨૦૨૧ દરમ્યાન હિસાબી શાખા દ્વારા જુદી-જુદી ખાનગી બેન્કમાં રહેલી રૂ. ૪૩૧ કરોડ જેટલી ફિક્સ ડિપોઝિટ મુદ્દત પૂર્વે વટાવી હોવાનું જણાઈ આવ્યું છે. આ બાબત ઓડિટ દરમ્યાન ધ્યાને આવતા હિસાબી શાખાને તા.૮-૨-૨૨ થી મુદ્દત પૂર્વે ફિક્સ ડિપોઝિટ વટાવવામાં આવેલી ઉપર કોઇ વ્યાજ નું નુકસાન થયેલ છે કે કેમ ? તથા અચાનક આવી Fixed Deposit મુદ્દત પૂર્વે વટાવવા અંગે કઇ પરિસ્થિતી ઉભી થયેલી છે? તે જણાવવા પત્ર લખેલ છે. જેનો આજ દિન સુધી જવાબ આપ્યો નથી.મુદ્દત પૂર્વે વટાવેલ Fixed Deposit પર થયેલ વ્યાજનું નુકસાન કઇ પરિસ્થિતીને કારણે થયેલ છે? તેની તલસ્પર્શી તપાસ કરવી જરૂરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.