વડોદરા કોર્પોરેશનના સ્કાડા અને જીઆઇએસ પ્રોજેક્ટ નિષ્ફળ: અધિકારીઓ સામે પગલાં ભરવા રજૂઆત - At This Time

વડોદરા કોર્પોરેશનના સ્કાડા અને જીઆઇએસ પ્રોજેક્ટ નિષ્ફળ: અધિકારીઓ સામે પગલાં ભરવા રજૂઆત


વડોદરા,તા.21 જુન 2022,મંગળવારવડોદરા કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સીટી અંતર્ગત 44 કરોડથી વધુના ખર્ચે કાર્યરત કરવામાં આવેલા સ્કાડા જીઆઈએસ પ્રોજેક્ટનો યોગ્ય ઉપયોગ નહીં થતાં વિવિધ વિસ્તારોમાં પાણીના વિતરણ બાબતે કોર્પોરેટર અને અધિકારીઓ વચ્ચે રકઝકના દૃશ્યો સર્જાઈ રહ્યા છે. કોર્પોરેશનની સભામાં ભાજપના કોર્પોરેટરે બેદરકારી દાખવનાર અધિકારીના વેતન કપાત મુદ્દે દરખાસ્તની ભલામણ કરતા ચર્ચાનો વિષય બન્યો હતો.વડોદરા કોર્પોરેશન દ્વારા 24 કરોડથી વધુના ખર્ચે સ્કાડા અંતર્ગત પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેના થકી પાણીનું વિતરણ આધુનિક પ્રકારે સમાન રીતે થઈ શકે. આ પ્રોજેક્ટથી પાણીનું કંટ્રોલીંગ  નિયમન, રિયલ ટાઈમ તથા ઓટોમેટીક થઈ રહ્યું છે. પરિણામે પાણીનો દુરુપયોગ થતો અટકે. આ ઉપરાંત 20 કરોડથી વધુના ખર્ચે જીઆઈએસ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ સિસ્ટમ વડે પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, રોડ રસ્તા, સ્ટ્રોમ વોટર, ગેસ ,સોલિડવેસ્ટ, વહીકલ પુલ વગેરે સંબંધિત માહિતી સચોટ અને સરળ રીતે મળી રહે છે. અને અનેક સમસ્યાના મોનીટરીંગ સાથે રાઇડર સીપમાં વધારો થયો છે. આ બંને પ્રોજેક્ટ નાગરિકોની સુવિધા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા બે વર્ષ અગાઉ કાર્યરત કરવામાં આવ્યા હતા. પરંતુ આજે પણ આ પ્રોજેક્ટનો યોગ્ય ઉપયોગ થતો નથી. તેના પુરાવા વડોદરા કોર્પોરેશનની સભામાં કાઉન્સિલરોની ફરિયાદો અને વિવિધ વિસ્તારોમાં સમસ્યા મુદ્દે આક્રોશ દર્શાવતા જાગૃત લોકો છે. ગઈકાલે મળેલી કોર્પોરેશનની સામાન્ય સભામાં પણ આ અંગે વિપક્ષી નેતાએ તંત્રને સૂચન કર્યું હતું કે કોર્પોરેશનમાં સંકલનનો અભાવ છે જેના કારણે સમસ્યા વધુ વકરે છે સાથે સ્કાડા સિસ્ટમનો યોગ્ય ઉપયોગ થતો નથી. આમ સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં મોટા ઉપાડે આયોજન કરતા અધિકારીઓ પદાધિકારીઓ પ્રોજેક્ટના મેન્ટેનન્સ પાછળ બેદરકારી દાખવી નાણાંનો વેડફાટ કરતા હોઈ તેવું પ્રતીત થાય છે. અત્રે નોંધનીય છે કે, પૂર્વ વિસ્તારમાં ગેરકાયદેસર પાણીનો ગોરખ ધંધો વધ્યો છે. અગાઉ પણ રજૂઆત કરી હોવા છતાં તંત્ર તરફથી હજુ સુધી આ અંગે પગલા ભરવામાં આવ્યા નથી. પાણીનો ધંધો કરતા લોકો પાણી ક્યાંથી મેળવે છે. તે પીવા લાયક છે કે નહીં તે અંગે પણ વડોદરા કોર્પોરેશન દ્વારા હજુ સુધી નોંધપાત્ર કામગીરી કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટ વડે પાણી કેટલું આવ્યું , કેટલું ક્યાં વિતરણ કર્યું, કેટલું પાણી ગાયબ થયું તે તમામ માહિતી વિગતવાર મળી રહે છે. જો આ પ્રોજેક્ટનો યોગ્ય ઉપયોગ થાય તો તમામ નાગરિકોને પાણીની પૂરતા પ્રેશરથી સુવિધા મળી રહે તેમ છે.પાણીની ઘટ મુદ્દે ભાજપના બે કોર્પોરેટરોને ગોળ ફેરવતા અધિકારીઓભાજપના કોર્પોરેટરએ ગઈકાલે કોર્પોરેશનની સભામાં રજૂઆત કરી હતી કે અધિકારીઓ પાણીની ઘટ મુદ્દે અન્ય વિસ્તાર ઉપર ટોપલો ઢોળે છે. ખરેખર માપ મુજબ વિતરણ થતું પાણી ક્યાં ગાયબ થઈ રહ્યું છે તે બાબતે કમિશનર પાસે જવાબ માંગ્યો હતો. જોકે, સંકલનના અભાવને કારણે કમિશનરને પણ ચૂપકીદી સાંધવાનો વખત આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.