વડોદરા કોર્પોરેશન દ્વારા લારી ગલ્લા પર ક્યુ આર કોડ લગાવવાની કાર્યવાહી થશે
વડોદરા,તા.28 જુન 2022,મંગળવારવડોદરા કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની અધ્યક્ષતામાં અધિકારીઓની અગત્યની બેઠક મળી હતી. જેમાં સ્વચ્છતા, પ્રિમોન્સૂન સહિતની કામગીરી સંદર્ભે જરૂરી નિર્ણય લેવામાં આવ્યા હતા. ખાસ કરીને વડોદરા કોર્પોરેશન હવે લારી ગલ્લા ઉપર ક્યુ આર કોડ લગાવવાની વિચારણા કરી રહી છે.વડોદરા કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સોમવારના રોજ વોર્ડ ઓફિસર, એન્જિનિયર વિભાગ, ભાડા ક્લાર્ક, એએમસી વચ્ચે સંકલન જળવાય અને લોકોને યોગ્ય સુવિધા મળે તે હેતુથી સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળવા પામી હતી. આ બેઠક દરમિયાન ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થાય, પ્રિ મોન્સૂન પરિસ્થિતિનો તાગ મળે તેમજ સ્વચ્છતા જળવાઈ તે દિશામાં જરૂરી ચર્ચા વિચારણા અને નિર્ણય લેવામાં આવ્યા હતા. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના માનમાં સ્વચ્છતા પખવાડિયું પણ ઊજવાશે. અને સફાઈ સેવકોને બે શિફ્ટમાં કામ કરવા સૂચન કર્યું છે. હાલ એક શિફ્ટ કાર્યરત છે. સ્માર્ટ સીટી અંતર્ગત અંડર ગ્રાઉન્ડ ડસ્ટબીનનું કાર્ય ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં વિચારણા હાથ ધરી છે.ખાસ કરીને હવે કોર્પોરેશન દ્વારા લારી ગલ્લા ઉપર કયું આર કોડ લગાડવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. આઈટી ડિપાર્ટમેન્ટના માધ્યમથી આ સિસ્ટમ કાર્યરત કરાશે. જેના થકી લારીનું લોકેશન મળી રહેશે. અને તેના જરૂરી ડેટા કોર્પોરેશન પાસે ઉપલબ્ધ થશે.વેપારીઓ વહીવટી ચાર્જ ચૂકવતા હોય તો તેનું મોનિટરિંગ પણ જરૂરી છે. લારી-ગલ્લા ધારકોને ગ્રાહકોના પાર્કિંગ બાબતે પણ સમજ આપવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.