વડોદરા: ઘરકામ બાબતે ત્રાસ આપી તેડી ન જતા પતિ સહિત સાસરી પક્ષના છ સભ્ય વિરુદ્ધ પરણીતાની ફરિયાદ
વડોદરા,તા.17 ઓગષ્ટ 2022,બુધવારઘરકામ બાબતે અવારનવાર ઝઘડો કરી શારીરિક અને માનસિક ત્રાસ આપનાર પતિ સહિત સાસરી પક્ષના છ સભ્યો વિરુદ્ધ પરણીતાએ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. શહેરના આજવા રોડ ઉપર રહેતી 40 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, મારા પહેલા લગ્ન દરમ્યાન પતિ જગદીશભાઈનું નિધન થયું હતું . ત્યારબાદ વર્ષ 2013માં મારાલગ્ન રાહુલ સોલંકી ( રહે- લીમડીચોક ,ભરૂચ) સાથે સમાજના રીતિ રિવાજ મુજબ થયા હતા. લગ્નના બે વર્ષ બાદ પતિ તથા સાસરીયાઓ તરફથી શારીરિક અને માનસિક ત્રાસઆપવાનું શરૂ થયું હતું. નણદોઈ સંજય સોલંકી ( રહે - બકોરનગર સોસાયટી , ન્યુ વીઆઇપી રોડ ) મારા પતિ તથા સાસુને જણાવતો હતો કે, હું મેયરની ગાડી ચલાવું છું. સંતાન થતા નથી તો મહિલાને કાઢી મૂકો રાખવાની કોઈ જરૂર નથી. અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી પરણીતાએ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.