કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી, જૈન આચાર્ય લોકેશજી અને બૌદ્ધ સાધુ રિનપોચેએ ‘બુદ્ધ શરણમ્ ગચ્છમી’ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ.
કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી, જૈન આચાર્ય લોકેશજી અને બૌદ્ધ સાધુ રિનપોચેએ 'બુદ્ધ શરણમ્ ગચ્છમી' પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ.
શ્રેષ્ઠ સમાજનું નિર્માણ ભગવાન બુદ્ધના ઉપદેશોથી જ શક્ય છે - કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી
બુદ્ધની કરુણા અને મહાવીરની અહિંસા વર્તમાન સમયમાં વધુ સુસંગત છે - આચાર્ય લોકેશજી
વિશ્વમાં દુઃખનું મૂળ કારણ અજ્ઞાન છે – કુંડેલિંગ તત્સક રિનપોચે
નવી દિલ્હી સ્થિત ‘નેશનલ ઓફ મોર્ડન આર્ટ’ના પરિસરમાં ભારત સરકારનાં સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત એક પ્રદર્શન “બુદ્ધમ્ શરણમ ગચ્છામી”. પ્રદર્શનનું ઉદઘાટન શ્રીમતી ડો. મીનાકાશી લેખી, કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી, હિઝ એમિનન્સ કુંડેલિંગ તત્સક રિનપોચે અને પ.પૂ. જૈન આચાર્ય ડૉ. લોકેશજી દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખીએ સંબોધન કરતાં કહ્યું કે બૌદ્ધ ધર્મમાં દયા, પ્રેમ, ક્ષમા વગેરે જેવા માનવતાવાદી ગુણોનું મહત્વ છે, જેની આજે વિશ્વને જરૂર છે. બૌદ્ધ ધર્મના કરુણા, દયા જેવા માનવ કલ્યાણના વિચારોને લોકો સુધી લઈ જઈને સંતુલિત સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે. તેમણે જણાવ્યું કે કરુણા અને દયાના વિકાસ દ્વારા જ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ શક્ય છે.
અહિંસા વિશ્વ ભારતીના સંસ્થાપક આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર બંને એક જ માતાના જોડિયા બાળકો છે. ભગવાન બુદ્ધની કરુણા અને ભગવાન મહાવીરની અહિંસાની ફિલસૂફી દ્વારા બતાવેલ માર્ગ દ્વારા જ વિશ્વમાં શાંતિ અને સદભાવની સ્થાપના કરી શકાય છે. જૈન અને બૌદ્ધ બંને ધર્મમાં અહિંસા, દયા, પ્રેમ, ક્ષમા વગેરે જેવા માનવતાવાદી ગુણોનું મહત્વ છે, જેની વર્તમાન સમયમાં વધુ જરૂર છે.
ડ્રેપુંગ ગોમાંગ મઠના પ્રતિષ્ઠિત કુંડેલિંગ તત્સક રિનપોચેએ ભગવાન બુદ્ધના વિશેષ ઉપદેશોનો સારાંશ આપતાં જણાવ્યું હતું કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ દુ:ખી થવા માંગતો નથી અને કોઈ સુખથી વંચિત રહેવા માંગતો નથી, જેના કારણે માણસ અસંતોષમાં ડૂબી જાય છે. ક્યારેય દુઃખનું કારણ શું છે તે શોધવાનો પ્રયાસ કરતો નથી. આ માટે ભગવાન બુદ્ધે કહ્યું હતું કે દુ:ખનું મૂળ અજ્ઞાન છે, જેના વિના માણસ સંતોષ પ્રાપ્ત કરી શકતો નથી.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.