નવુ શૈક્ષણિક સત્ર વેકેશન બાદ ચાલુ થવાનુ છે ત્યારે ધોરણ-૧માં દાખલ થવા માટે લઘુતમ ઉમરમા વધારો કરાયો - At This Time

નવુ શૈક્ષણિક સત્ર વેકેશન બાદ ચાલુ થવાનુ છે ત્યારે ધોરણ-૧માં દાખલ થવા માટે લઘુતમ ઉમરમા વધારો કરાયો


નવુ શૈક્ષણિક સત્ર વેકેશન બાદ ચાલુ થવાનુ છે ત્યારે હ ધોરણ-૧માં દાખલ થવા માટે લઘુતમ ઉમરમા વધારો કરાયો

રાષ્ટ્રીય શિક્ષા નીતિ અંતર્ગત શિક્ષણ વિભાગનો નિર્ણય

રાષ્ટ્રીય શિક્ષા નીતિ અંતર્ગત ધો-૧મા દાખલ થવા માટે લઘુતમ ઉમરમા વધારો કરાયો છે. હવે છાત્ર પાંચ વર્ષના બદલે ૬ વર્ષે દાખલ થઈ શકશે.તેમ શિક્ષણ વિભાગના આદેશમા જણાવ્યુ હતું.

આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના નિર્દેશ અનુસાર, ૨૦૨૧ અને ૨૦૨૩માં સ્થાનિક શિક્ષણ વિભાગને પાઠવવામાં આવેલા એક પરિપત્રમાં અનુરોધ કરવામાં આવ્યો હતો કે, તે પોતાની

શાળાઓમાં પ્રવેશ વખતે બાળકની ઉંમર છ વર્ષ કરતાં વધુ રાખવાનું સુનિશ્ચિત કરે.નવુ શૈક્ષણિક સત્ર વેકેશન બાદ ચાલુ થવાનું છે ત્યારે બાળકની પહેલા ધોરણમાં ભર્તીની વય ૬ રાખવામાં આવશે.શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા આવેલા પરિપત્રમા જણાવ્યા અનુસાર, આ મામલે વ્યક્તિગત ધોરણે ધ્યાન આપવા જણાવાયુ છે. શિક્ષણ વિભાગ દ્વારા નિર્દેશ પણ જારી કરી દેવાયા છે.તેમ શિક્ષણ વિભાગે જણાવ્યુ હતું.શાળાઓમા ધોરણ ૧માં દાખલ થવા માટે લઘુતમ આયુ હવે વધી જશે.

રીપોર્ટર. : સી કે બારડ
મો. : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.