રેલવે હોસ્પિટલમાં મૃત્યુ પામેલા વૃદ્ધને તબીબ-ડ્રાઇવર સિવિલમાં મૂકી ભાગ્યા
સિવિલ હોસ્પિટલમાં દાખલ અશક્ત, વૃદ્ધ અને બિનવારસી દર્દીઓને વોર્ડમાંથી બહાર ફેંકી દેવાના અગાઉ અનેક કિસ્સા બન્યા છે, પરંતુ મંગળવારે રેલવે હોસ્પિટલના કેમ્પસમાં બાંકડા પર મૃત્યુ પામેલા વૃદ્ધને રેલવે હોસ્પિટલના ડોક્ટર અને ડ્રાઇવર સિવિલ હોસ્પિટલમાં મૂકીને નાસી જતાં ચકચાર મચી ગઇ હતી. રેલવે હોસ્પિટલની એક એમ્બ્યુલન્સ મંગળવારે સવારે સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી, એમ્બ્યુલન્સમાંથી એક વૃદ્ધને બેભાન હાલતમાં ઉતારવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સના ડ્રાઇવર અને તેની સાથે આવેલા તબીબ વૃદ્ધને ઇમર્જન્સી વિભાગમાં લઇ ગયા હતા.
ફરજ પરના ડોક્ટરે વૃદ્ધને જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા. મૃતક વૃદ્ધને લાવનાર એમ્બ્યુલન્સ ડ્રાઇવર અને તબીબે મૃતક વૃદ્ધનો કેસ કઢાવવા સહિતની પ્રક્રિયા કરવાને બદલે ચાલતી પકડી હતી. આ અંગેની જાણ કરાતા સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ તૌફિકભાઇ જુણાચ એમ્બ્યુલન્સની પાછળ ગયા હતા અને તેને રોકીને પૃચ્છા કરતા મૃતક વૃદ્ધને રેલવે હોસ્પિટલથી ત્યાંના ડોક્ટર અને એમ્બ્યુલન્સનો ડ્રાઇવર લઇને આવ્યા હતા.ઘટના અંગે જાણ કરાતા પ્ર.નગર પોલીસ દોડી ગઇ હતી અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં મૃતક મોહનલાલ વેન્સીલાલ ધાલવાણી (ઉ.વ.64) નિવૃત્ત રેલવે કર્મચારી હોવાનું ખુલ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.