સંતરામપુર તાલુકા ના ગોઠીબ સંજેલી રોડ બાબતે અરજી થતાં માર્ગ & મકાન વિભાગ હરકત મા
જાગૃત નાગરિકે આરટીઆઇ કરતા સરકારીતંત્ર જાગ્યું
સંજેલી થી ગોઠીબ જતાં અગિયાર કિલોમીટરના રસ્તા ઉપર ઉગી નીકળતા ઝાડી ઝાંખરા આખરે દૂર કરાયા (
પ્રતિનિધિ) સંજેલી, તા.22 સંજેલીથી ગોઠીબ જતા ૧૧ કી.મીના માર્ગની સાઈડોમાં લાંબા સમયથી ફૂટી નીકળેલા ઝાડી ઝાંખરા તથા ખાડાઓમાંથી પસાર થતા માર્ગની સાઈડોના ઝાડી ઝાંખરા દૂર કરવા તથા રસ્તાને રીપેરીંગ કરવા અનેકવારની રજૂઆતો છતાં વહીવટી તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતા આખરે સંજેલીના એક જાગૃત નાગરિકે આર.ટી.આઇ દ્વારા માહિતી માંગતા કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા સંતરામપુર માર્ગ અને મકાન વિભાગ પંચાયતના તંત્ર ના અને એજન્સી ના મેળા પીણાં થી થતાં ભ્રષ્ટાચાર પ્રજા ને જાણ થતાં અધિકારી એજન્સી ને બચાવવા સફાળા જાગી ઝાડી ઝાંખરા દૂર કરી સંતોષ માન્યો હોવાનું જાણવા મળે છે. જાણવા મળેલી વિગતો મુજબ સંજેલીથી ગોઠવી જતો. ૧૧ કીલોમીટરના માર્ગની બંને સાઈડોમાં વર્ષોથી ઝાડી ઝાંખરાઓએ સામ્રાજ્ય જમાવી લીધું હતું. તેમજ રસ્તો જાણે ખાડાઓ માંથી પસાર થતો હોય તેમ જર્જરીત થવાના કારણે નાના-મોટા અકસ્માતો સર્જાતા રહેતા હતા. જે બાબતે સંજેલીના એક જાગૃત નાગરિક દ્વારા અનેકવાર સંતરામપુર માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કર્મચારીઓને રજૂઆતો કરી હતી.છતાં પણ આ રસ્તા બાબતે ધ્યાન આપવામાં નહીં આવતા આખરે નાગરિકે આરટીઆઈથી માહિતી
સંજેલીતી ગોઠીબ માર્ગ ઉપરના ઝાડી ઝાંખરા દૂર કરવામાં આવ્યા
માંગતા સફાળા જાગેલા તંત્રએ રસ્તાની બંને સાઈડોનમાં ફૂટી નીકળેલા ઝાડી ઝાંખરા દૂર કર્યા તેમજ ઝાડી ઝાંખરાં દૂર કરતાં રસ્તાની સાઈડમાં પડેલા ખાડાઓ પુરાણ કરવા માટે રસ્તાની સાઈડ માંથીજ માટી લઈ કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.જોકે આ કામગીરી શનિવાર તથા રવિવાર રજાના દિવસોમાં જેસીબી મશીન લાવી વૃક્ષો કીંગ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.જેથી આરટીઆઈ દ્વારા માહિતી માંગનાર નાગરિક આક્ષેપ કરી રહ્યા છે કે, આ રસ્તામાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી રહી હોય
તેની તપાસ વિજિલન્સ દ્વારા હાથ ધરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. અહીંયા ઉલ્લેખનિ છેકે, સંજેલીથી ગોઠીબ જતો માર્ગ જર્જરીત હોય વાહન ચાલકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે.તેમજ વાહનોને પણ નુકસાન પહોંચતું હોય તેમ જ ટુ વ્હીલર જેવા વાહનો સ્લીપ થવાના બનાવો બનતા હોય તેમ જ સમયનો વેડફાટ થતો હોય તાત્કાલિક તંત્ર દ્વારા ધ્યાન આપી રસ્તાની રીપેરીંગ કામગીરી હાથ વધારવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.