જબલપુર ડિવિઝનમાં બ્લોકને કારણે સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન બદલાયેલા રૂટ પર દોડશે
જબલપુર ડિવિઝનમાં બ્લોકને કારણે સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન બદલાયેલા રૂટ પર દોડશે
વેસ્ટ સેન્ટ્રલ રેલવેના જબલપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના વેરાવળ સ્ટેશનથી ચાલતી સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન (11465) અને જબલપુરથી ચાલતી જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન (11466)ને ડાયવર્ટ કરવામાં આવશે.
ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, 09.09.2024ના રોજ વેરાવળ સ્ટેશનથી ચાલવા વાળી સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન (11465) તેના નિર્ધારિત રૂટ ભોપાલ-બીના જં.-કટની મુરવારા-જબલપુરને બદલે બદલાયેલ રૂટ ભોપાલ-ઈટારસી જં.- જબલપુર થઈને ચાલશે.
તેવી જ રીતે જબલપુરથી 26.08.2024, 30.08.2024, 02.09.2024, 06.09.2024, 09.09.2024 અને 13.09.2024ના રોજ ચાલવા વાળી જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન (11466) તેના નિર્ધારિત જબલપુર-કટની મુરવારા-બીના જંક્શન-ભોપાલને બદલે બદલાયેલ રૂટ જબલપુર-ઈટારસી જં.-ભોપાલ થઈને ચાલશે.
રેલવે પ્રશાસન મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. રેલવે મુસાફરો આ ટ્રેનના ઓપરેટિંગ સમય અને સ્ટોપેજ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે.
માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.