૨૪૦ લાખના ખર્ચે બનેલ સંતરામપુર નવીન તાલુકા પંચાયત ભવન લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરાયું - At This Time

૨૪૦ લાખના ખર્ચે બનેલ સંતરામપુર નવીન તાલુકા પંચાયત ભવન લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરાયું


મિલેટ ડેવલોપમેન્ટ યોજના તેમજ એ. જી. આર ૩ યોજના હેઠળ ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે આધુનિક કૃષિ તાંત્રિકતા અને નવીનતમ સંશોધનની માહિતી માટે તાલુકા કક્ષાનો કૃષિ મેળો વ ધાન્યપાક પરિસંવાદ ,સંતરામપુર નવીન તાલુકા પંચાયત ભવન લોકાર્પણ અને અમૃત કળશ યાત્રા પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ અને આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરના ઉપસ્થિતિમાં યોજાયો.
આ પ્રસંગે રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે , ૨૪૦ લાખના ખર્ચે બનેલ નવીન તાલુકા પંચાયત ભવનમાં કમ્પ્યુટર રૂમ,જનસેવા કેન્દ્ર , રેકોર્ડ રૂમ,વોટર રૂમ સહિત અનેક વ્યવસ્થા ઉપલબ્ધ છે. ખેડૂતોની આવક બમણી થાય,ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તથા ખેડૂતો મિલેટ ધાન્ય પાકોનું વધુમાં વધુ વાવેતર કરે જેના અનુસંધાને સરકાર દ્વારા જન જાગૃતિ હેતુ સતત અભિયાનો ચાલી રહ્યા છે.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ પોતાના મીલેટ અંગેના સ્વાનુભવો અંગે માહિતી આપી ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો. મીલેટની પારંપરિક ખેતી તેના સ્વાસ્થ્યલક્ષી લાભો વિષે જણાવ્યું હતું તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા મીલેટને આપવામાં આવેલ પ્રોત્સાહન વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. મિલેટ ધાન્ય પાકો વિવિધ મિનરલથી ભરપૂર હોય છે જે શરીરમાં ઘણા પોષક તત્વો પૂરા પાડે છે તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.
આ પ્રસંગે દાહોદ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં માતૃભૂમિના વીરોને વંદન અને નમન અર્પણ કરવા હેતુ "મારી માટી મારો દેશ" અભિયાન કાર્યાન્વિત કરવામાં આવ્યું છે.
આ પ્રસંગેમહીસાગર કલેક્ટરશ્રી ભાવિન પંડયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલ , અગ્રણી શ્રી દશરથભાઈ બારીયા ,જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જે. આર .પટેલ , તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.