તખતગઢ ગામે BSNL ટાવર ખોટકાતાં ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો
સાબરકાંઠા જિલ્લાનાતખતગઢ ગામે ૪જી,બીએસએનએલ ટાવર કાર્યરતછે. ઈ.સ.૧૯૭૭થી ટેલિફોનએક્સ્ચેન્જ છે પરંતુ આંતરે દાડે ટેલિફોન ટાવર ઠપ થઈ જતું હોઈ નેટવર્ક ખોટકાતાં આ વિસ્તારના મોબાઈલ ગ્રાહકોત્રાહિમામ્ પોકારી ગયા છે. છેલ્લા ત્રણેક દિવસથી નેટવર્ક ખોટકાવાની સમસ્યાને પગલે નેટવર્ક મોબાઈલ મૂંગા થઈ ગયા છે. આ અંગે આ વિસ્તારના બીએસએનએલ સીમકાર્ડ ધરાવતા મોબાઈલ ગ્રાહકોનું વધુમાં કહેવાનું છે કે, આ અંગેની વારંવાર ફરિયાદ સત્તાવાળાઓને ડાયરેક્ટર ઇન ડાયરેક્ટ કરવા છતાં ધ્યાને નહીં લેવાતાં હોતી હૈ ચલતી હે જેવો ઘાટ છે. આમ ફોલ્ટી પરાકાષ્ટાએ પહોંચતાં 'ઈ' સેવા લેતા ગ્રાહકો વેપારીઓ તેમજ બેંકિંગ, શિક્ષણ, આરોગ્ય સેવાઓ વાળાઓની હાલાકી અને મુશ્કેલી વધતાં અગત્યનાં કામો રખડી પડતાં ગ્રાહકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.