ગાંધી સ્મૃતિ સોસાયટીમાં 30 વર્ષીય યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત
રાજકોટની ગાંધી સ્મૃતિ સોસાયટીમાં 30 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પત્ની અને પુત્રી સાળાના ઘરે નિવેદનો પ્રસાદ લેવાં ગયાને પાછળથી પોતાના ઘરે લલિત કાકડીયાએ અગમ્ય કારણોસર અંતિમ પગલું ભરી લેતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના પેડક રોડ પર આવેલ ગાંધી સ્મૃતિ સોસાયટી શેરી નંબર ચાર ની સામે રામદેવ ભેળવાળી શેરીમાં રહેતા લલિતભાઈ કાનજીભાઈ કાકડીયા ઉંમર વર્ષ 30 એ ગઈકાલે રાતના નવ એક વાગ્યાની આસપાસ પોતાના ઘરે રૂમમાં પંખાના હુકમાં દોરડું બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
બનાવની જાણ પરિવારજનોને થતાં 108 બોલાવતાં દોડી આવેલ 108 ના તબીબોએ યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં બી. ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ કે.સી.સોઢા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક યુવાન આજીડેમ પાસે આવેલ કારખાનામાં કામ કરતો અને તે તેની પત્ની અને પુત્રી સાથે રહેતો હતો. ગઈકાલે તેમના કૌટુંબિક સાળાના ઘરે નિવેદનો પ્રસાદ લેવાં જવાનો હોય જેથી તેમની પત્ની અને પુત્રી સાળાના ઘરે પ્રસાદ લેવાં ગયા બાદ અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવ અંગે પરિવારજનો પણ અજાણ હોવાનું જણાવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.