ગીર સોમનાથ જીલ્લા નાં વડા મથક વેરાવળ નાં ટાવર ચોક કોંગ્રેસ પક્ષના "લોક્શાહી બચાવો" ધરણાં પ્રદર્શન* - At This Time

ગીર સોમનાથ જીલ્લા નાં વડા મથક વેરાવળ નાં ટાવર ચોક કોંગ્રેસ પક્ષના “લોક્શાહી બચાવો” ધરણાં પ્રદર્શન*


*ગીર સોમનાથ જીલ્લા નાં વડા મથક વેરાવળ નાં ટાવર ચોક કોંગ્રેસ પક્ષના "લોક્શાહી બચાવો" ધરણાં પ્રદર્શન*

*કોંગ્રેસ નાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ કરવામાં આવી તે બાબતે ગીર સોમનાથ જીલ્લાનાં કોંગ્રેસ નાં તમામ આગેવાનોએ હાજર રહી વિરોધ નોંધાવ્યું*

સમગ્ર દેશમાં હાલ કોંગ્રેસ પક્ષ એ લાલઘૂમ થઈને પ્રદર્શન કરી રહી છે કારણ કે કોંગ્રેસ નાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ને સુરતની નામદાર કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે જે અનુસંધાને લોકસભામાં તેમની સદસ્યતા રદ કરવામાં આવી છેવટે અંગે ખૂબ મોટા પ્રમાણ માં સમગ્ર દેશ માં વિરોધ અને ધરણાં થઈ રહ્યા છે.

કોંગ્રેસ એ આહ્વાન કરેલ છે કે રાહુલ ગાંધી ની અવાજ બંધ કરવા માટે આ નિર્ણય લેવામાં આવેલ છે તો દેશના લોક્શાહી માટે ખૂબ ખતરા સમાન છે.કોંગ્રેસ નું આક્ષેપ છે કે રાહુલ ગાંધી લોકસભામાં અદાણી બાબતે ચર્ચા કરવા માગે છે પણ ભાજપ સરકાર આ મુદ્દે ભાગે છે અને આ વાત સાબિત કરે છે કે ભાજપ એ અદાણી ની ભાગીદાર છે

જો લોકશાહી માં આવી હિટલરશાહી વાપરવામાં આવશે તો ભારતના એ લાખો સ્વાતંત્ર્ય સેનાની કે જેમના ખૂન થી આઝાદી પ્રાપ્ત થઈ છે અને તેમના બલિદાનો થી આ લોકશાહી આપણે મેળવેલ છે તેનું આવા અમાનવીય નિર્ણય થી લોકશાહી ની હત્યા થશે અને લોકો ને ખૂબ મોટું અન્યાય થશે

આ તકે ગીર સોમનાથ કોંગ્રેસ સમિતિ અને જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો માટે ધરણાં પ્રદર્શન નું કાર્યક્રમ ટાવર ચોક ખાતે કરેલ હતું જેમાં સોમનાથ મત વિસ્તાર ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા,ઉના નાં પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ, જીલ્લા પંચાયત નાં વિપક્ષના નેતા અભયભાઈ જોટવા,નગરસેવક અફઝલ સર,ગુલામ ખાન,કોંગ્રેસ અગ્રણી જ્યકરભાઈ ચોટાઈ,તાલુકા પ્રમુખ હિરેન બામરોટીયા તેમજ જુદી જુદી પાંખના હોદેદારો અને આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભાજપ વિરૂદ્ધ સૂત્રોચાર કરેલ હતું તેમાં કોંગ્રેસી કાર્યકર્તાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.