ભગવતીપરાના રાઉમા બંધુઓએ ખાણી-પીણીના ધંધાર્થીને છરીના ઘા ઝીંક્યા
રાજકોટનાં ભગવતીપરા વિસ્તારના હિસ્ટ્રીસીટર રાઉમા બંધુઓએ ખાણી-પીણીના ધંધાર્થીને છરીના ઘા ઝીંકી વેપારીના પરીવારને ઢોર માર માર્યો હતો. આ બનાવમાં હુમલાખોર ચાર ભાઈઓએ છરીના ઘા મારીને યુવાનનાં આંતરડા બહાર કાઢી નાંખતા સારવારમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ અંગે ભગવતીપરા શેરી નં-9માં રહેતાં 21 વર્ષીય મીહિરભાઈ જગદિશભાઈ વાઘેલા દ્વારા નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સિકંદર રાઉમા, અફઝલ રાઉમા, દરેડ ઉર્ફે દલિયો રાઉમા અને સમીર રાઉમાનું નામ અપાયું છે. જેના આધારે બી. ડિવિઝન પોલીસે બીએનએસ એક્ટ 118(2), 115(2),352,54 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.