વાતાવરણ બચાવો જીવન બચાવો આસોદર માલધારી તરુણો ની કૃતિ રાજ્ય કક્ષા એ પ્રથમ
દામનગર ના આંસોદર પ્રાથમિક શાળાની કૃતિ સ્ટેટ લેવલ ઇકોફેરમાં પસંદગી પામી.ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા પર્યાવરણ શિક્ષણ પ્રોગ્રામ અંતર્ગત રાજ્ય કક્ષાનો ઇકોફેર ૨૦૨૪ ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે તારીખ ૯ અને ૧૦ મી માર્ચના રોજ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યની વિવિધ જિલ્લાઓમાંથી કુલ ૨૨ જેટલી કૃતિઓ પસંદ કરવામાં આવી હતી. જેમાં અમરેલી જિલ્લામાંથી લાઠી તાલુકાના આંસોદર પ્રાથમિક શાળાની કૃતિ સેવ Save Environment Save Life કૃતિ પસંદ થઈ હતી. કૃતિમાં ભાગ લેનાર વિદ્યાર્થી ભાવેશ લાલજીભાઈ જોગરાણા તથા રૂપેશ લાલજીભાઈ જોગરાણા અને પર્યાવરણ શિક્ષક સુરેશભાઈ નાગલા એ માર્ગદર્શક તરીકે પ્રેરણા પૂરી પાડેલ હતી. જેમની આ કૃતિની રાજ્ય કક્ષાએ પસંદગી થતા ગામ શાળા અને તાલુકા તથા જિલ્લા નું ગૌરવ વધારેલ હતું. આ તકે પ્રોગ્રામ કૉ. ઓર્ડિનેટર અશોકભાઈ પાંભર અને ગીર ફાઉન્ડેશન ગાંધીનગર પરિવારે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.