ધંધુકા પોલીસ સ્ટેશન દ્રારા હાલમા ચોરીના બનાવ બનતા અટકાવવા માટે કેટલી સાવધાની રાખવા અપીલ કરાઈ
ધંધુકા પોલીસ સ્ટેશન દ્રારા હાલમા ચોરીના બનાવ બનતા અટકાવવા માટે કેટલી સાવધાની રાખવા અપીલ કરાઈ
આજે ધંધુકા શહેરમાં વધી રહેલા ચોરીના બનાવોને ધ્યાનમાં રાખીને અને નાગરિકોની સુરક્ષા વધારવાના ઉદ્દેશ્યથી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માનનીય ધારાસભ્યશ્રી, વિવિધ વેપારી આગેવાનો, રાજકીય આગેવાનો અને અન્ય સન્માનનીય વ્યક્તિઓ હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન, ધંધુકા શહેરમાં સીસીટીવી નેટવર્કને વધુ મજબૂત બનાવવાની અને સ્થાનિક લોકોમાં જાગૃતિ વધારવાની ચર્ચા કરવામાં આવી. ઉપરાંત, ઉપસ્થિત આગેવાનો પાસેથી મહત્ત્વના સૂચનો મેળવી, તેને લાગુ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો. આ પ્રયાસ શહેરમાં સુરક્ષાની સ્થિતિ સુધારવામાં અને ચોરીના બનાવોને અટકાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થાય
તમારી શેરી/સોસાયટી,મોહલ્લામા રાત્રી કે દીવસ દરમ્યાન કોઇ અજાણ્યો ઇસમ,વ્યકતી વારંવાર અવર જવર કરતો હોય અને શંકાસ્પદ હોય તો તુરંત પોલીસનો કોન્ટેક કરવો.
કોઇ અજાણી વ્યકતિ કે આપે ઓનલાઇન ઓર્ડર કરેલ ન હોય તેમ છતા તમારા ઘરે આવીને હોમ ડીલીવરીમા તમારુ પાર્સલ આવ્યુ એમ કહી દરવાજો ખોલાવવાની કોશીશ કરે તો સાવધાન રહેવુ અને દરવાજો ખોલવો નહી અને શંકાસ્પદ લાગે તો તાત્કાલીક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવી અથવા ૧૦૦ નંબર ઉપર કોન્ટેક કરવો.
દિવસ દરમ્યાન હોમ ડિલીવરી વાળા કે ફેરીયા કે ચાવી બનાવનાર કે અન્ય ચીજ વસ્તુ વેચવાના બાને આવતા અજાણ્યા ઇસમોને ઘરમા પ્રવેશ કરવા દેવો નહી કે અજાણ્યા ઇસમોને દાગીના ધોવા આપવા નહી કે તેઓ દ્રારા ખાવા પીવાની ચીજ વસ્તુઓ આપે તો ખાવી નહી આવા ઇસમોથી સાવધાની રાખવી.
પોતાના ઘરે રાખેલ કિંમતી સોના-ચાંદીના દાગીના,રોકડ રૂપિયા બેંકના લોકરમા કે કોઇ સુરક્ષિત જગ્યાએ રાખવા તેમજ આ બાબતની આપના નોકર ચાકર સફાઇ કામદારને જાણ ન થાય કે તેની હાજરીમા કોઇપણ પ્રકારની વાતચીત કરવાનુ ટાળવુ જોઇએ.
હાલના સમયમા પ્રવાસે કે કોઇ સામાજીક/ધાર્મિક પ્રસંગમા બહાર જતી વખતે ઘરમા રાખેલ કિંમતી સોના ,ચાંદી,રોકડ રૂપિયા બેંક કે સુરક્ષિત જગ્યાએ રાખ્યા બાદ બહાર જવુ તેમજ તમારા વિશ્ર્વાસુ પાડોશી અથવા સગા સંબંધીને જાણ કરવી તેમજ શક્ય હોય તો CCTV કેમેરા/ચોકીયાત રાખવા.
તમારા ઘરના બારી બારણા કારણ વગર ખુલ્લા રાખવા નહી તેમજ રાત્રી દરમ્યાન બારી બારણા બંધ છે કે નહી તે ખાસ ચેક કરવુ
હાલના સમયમા પ્રવાસે કે કોઇ સામાજીક/ધાર્મિક પ્રસંગમા બહાર જતી વખતે રાત્રીના સમયે ઘરના આંગણાની અન્ય લાઇટો ચાલુ રહે તેની ખાસ તકેદારી રાખવી.
બજારમા ખરીદી માટેની ભીડનો લાભ લઇને ખિસા કાતરૂઓ તથા ચીલ ઝડપ કરનારાઓથી સાવધાન રહેવુ.
તમામ સોસાયટી વિસ્તારમા CCTV કેમેરા ચાલુ રાખવા તથા બંધ હોય તો મેન્ટનેશ કરાવી ચાલુ કરાવવા તેમજ જ્યા લાગેલ ન હોય ત્યા લોક ભાગીદરીથી સોસાયટીની સલામતી સારૂ CCTV કેમેરા ઇન્ટોલ કરાવા.
બેંકના નાણાની લેવડ દેવડ વખતે લોકરમાથી દાગીના લેવા જતી વખતે શક્ય હોય તો કોઇ ઘરના સભ્યો કે મિત્રને સાથે રાખી સુરક્ષિત લેવડ દેવડ કરવી તેમજ જતી આવતી વખતે કોઇ પીછો કરે છે કેમ તેની પુરતી ચકાસણી કરવી.
કોઇપણ જગ્યાએ આપનુ વાહન જાહેરમા પાર્ક કરો ત્યારે તે CCTV કેમેરાની નીગરાની હેઠળ પાર્ક થાય તેની ખાસ તકેદારી રાખવી.
જ્યારે તમે રોડ ઉપરથી પસાર થાવ ત્યારે કોઇ અજાણી વ્યકિત તમારૂ વાહન ઉભૂ રાખવાનો ઇસારો કરે અથવા ગાડીમા હવા ઓછી છે કે ઓઇલ લીંક થાય છે કે પૈસા પડી ગયા તેવુ કહીને ધ્યાન ભટકાવવાની કોશીશ કરે તો સાવધાન રહેવુ.
કોઇપણ શંકાસ્પદ વ્યક્તિ શેરી/સોસાયટી,મોહલ્લામા દેખાઇ આવે તો તે વ્યક્તિનો તથા જો તેની સાથે વાહન હોય તો વાહન નંબર સાથેનો મોબાઇલ વડે ફોટો પાડી પોલીસ સ્ટેશન નંબર ઉપર મોકલી જાણ કરવી
કોઇપણ બહારની વ્યક્તિ મજુરો/કામદારો કે અન્ય ને મકાન,ઓફીસ,ગોડાઉન,પ્લોટ ભાડે આપો ત્યારે તેના આધાર પુરવા મેળવી તાત્કાલીક પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટ્રેન કરાવુ અન્યથા આપની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી થઇ શકે છે
દરેક દુકાનદાર,પેટ્રોલપંપ,મોલ,ઓફીસ ધારક કે ધંધાકીય સંસ્થાએ જાહેર સલામતીને ધ્યાને રાખી જવાબદાર નાગરીક બની સમગ્ર રોડ કરવ થાય તે રીતે એક થી બે CCTV કેમેરા લગાવવા તથા રોડ બાજુની લાઇટીંગ ચાલુ રહે તે ખાસ જોવુ
કોઇપણ બહારની વ્યક્તિ મજુરો/કામદારો કે સીક્યુરીટી ગાર્ડ કે ડ્રાઇવરને નોકરી ઉપર લેતા પહેલા સ્થાનીક પોલીસ સ્ટેશન કે જેતે વ્યક્તિના વતન પોલીસ સ્ટેશનમા ખાતેથી ગુનાહીત ઇતિહાસ ધરાવે છે કે કેમ તેનુ પોલીસ વેરીફીકેશન ખાસ કરાવવાનો આગ્રહ રાખવો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
