જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે એડવાઈઝરી કમિટીની બેઠક બોટાદ ખાતે યોજાઈ - At This Time

જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે એડવાઈઝરી કમિટીની બેઠક બોટાદ ખાતે યોજાઈ


જેમાં ગત બેઠકમાં એડવાઈઝરી કમિટીમાં થયેલા ઠરાવોનું વાંચન અને બહાલી આપવાની સાથે જુલાઈ,૨૦૨૪થી સપ્ટેમ્બર,૨૦૨૪ અને ઓક્ટોબર,૨૦૨૪થી નવેમ્બર,૨૦૨૪ અંતિત બોટાદ જિલ્લામાં જન્મ સમયે જાતિ પ્રમાણદર બાબત અને ઓછા જન્મ સમયે જાતિ પ્રમાણદર અંગેની તાલુકા વાઇઝ સમીક્ષા કરી હતી. તેમજ ક્વોર્ટર-૨ (જુલાઈ,૨૪થી સપ્ટેમ્બર,૨૪) અને ક્વોર્ટર-૩(ઓક્ટોબર-૨૪થી નવેમ્બર-૨૪) સુધીમાં કરવામાં આવેલી ક્લિનીક વેરીફીકેશન, આકસ્મિક તપાસના રિપોર્ટ અને નવા રજીસ્ટ્રેશન બાબતે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.ઉપરાંત બેઠકમાં ઉપસ્થિત સભ્યોને અધ્યક્ષએ સમયાન્તરે જિલ્લામા સંલગ્ન તમામ સંસ્થાઓની મુલાકાત લેવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી વ સી.ડી.એચ.ઓ ડો.બી.એ.ધોળકીયાએ પીપીટીના માધ્યમથી અધ્યક્ષને માહિતી પૂરી પાડી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image