સાબરકાંઠા ના ખેડબ્રહ્મા શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક ના બાળકોને લોકશાહી ચૂંટણી ડેમો ની પ્રક્રિયા કરાઈ
ખેડબ્રહ્મા સહીની શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ખાતે ધોરણ છ થી આઠ ના બાળકોને લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે છે તે માટે ચૂંટણીઓમાં મતદાન મથકો પર મતદાન કેન્દ્રો પર સરકારશ્રી દ્વારા કરવામાં આવતી કામગીરી મુજબ પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈ દ્વારા તેમજ સ્ટાફ મિત્રોના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા જ મતદાન બુથ ઊભું કરવામાં આવ્યું હતું
આ ચૂંટણી પ્રક્રિયામાં
એલ.આર અને જી.એસ.ની ચૂંટણી યોજવામાં આવી હતી
ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોએ ધોરણ છ થી આઠ ના બાળકોને યોગ્ય ઉમેદવાર ચૂંટવા માટે વર્ગે વગે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.
ચૂંટણી મતદાન બુથ ઉપર એલપીઓ, પોલિંગ ઓફિસર મુખ્ય ચૂંટણી અધિકારી,સેવક જોનલ ઓફિસર ની જવાબદારીઓ બાળકો દ્વારા નિભાવવામાં આવી હતી.
મોબાઈલ એપ દ્વારા મોબાઇલમાં જ અસલ ઈવીએમ જેવું જ ઇવીએમ બનાવી ક્રમશઃ દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાના પસંદગીના ઉમેદવારને મતદાન કરી આનંદ અનુભવ્યો હતો.
કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ માટે એસ.પી.સી ના બાળકોએ ભાગ લીધો હતો.
શાળામાં જ મતદાન મથક દ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ નરેશભાઈ પટેલ રાજેન્દ્રસિંહ ચાવડા,
શ્રી જ્યોતિ વિદ્યાલય ના તમામ સ્ટાફ મિત્રો ચૂંટણી પ્રક્રિયા માં જોડાયા હતા.
આચાર્ય સુરેશભાઈ પટેલે ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે બાળકોને પ્રેક્ટીકલી જ્ઞાન મળી રહે તે માટે જે મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું. તે જોઈને આચાર્ય ધીરુભાઈ તથા સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.
મામલતદાર કચેરી ખેડબ્રહ્મા ચૂંટણી કામગીરી સંભાળતા કર્મચારીઓએ પણ
શ્રી જ્યોતિ વિદ્યાલય મતદાન મથકની રૂબરૂ મુલાકાત લીધી હતી.
રિપોર્ટર હસન અલી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.