લીલીયા મોટા સાયનાથ પ્લોટ માં લુખ્ખા તત્વો દ્વારા પાણી ની પાઇપ લાઈન તોડી પડાઈ - At This Time

લીલીયા મોટા સાયનાથ પ્લોટ માં લુખ્ખા તત્વો દ્વારા પાણી ની પાઇપ લાઈન તોડી પડાઈ


લીલીયા સરપંચ ને બદનામ કરવા માટે કોઈ લુખ્ખા તત્વો દ્વારા આવું હિન કૃત્ય કરાયું હોય તેવું લાગી રહ્યું છે

લીલીયા મોટા ના સિવિલ પ્લોટ વિસ્તાર માં પાણી પહોંચાડવા માટે લીલીયા ના સરપંચ જીવનભાઈ વોરા તેમજ ગ્રામ પંચાયત સદસ્યો અથાગ મહેનત કરી રહ્યા હોય ત્યારે આશરે એક મહીનાથી લીલીયા મોટા સાઇનાથ પરા વિસ્તારમાં પાણીનો સંપ મર્શીબલ આવેલ હોય ત્યાથી સીવીલ પરા વિસ્તાર તથા વેલનાથ પરા વિસ્તારમાં પાણી પહોંચાડવાનુ કામ ચાલુ હોય છેલ્લા ઘણાં દિવસો થી કાળુભાર નું પાણી લાઈન માં ફોલ્ટ આવી જતા બંધ હોય અને કાળુભાર નું પાણી તા 23/5/2024 ના રોજ રાત્રિ ના સમયે પાણી વિતરણ કરવા માં આવેલ હોય જેની જાણ લીલીયા સરપંચ ને થતા સાયનાથ પ્લોટ માં આવેલ સંપ માં પાણી ભરવા માટે સરપંચ સાથે રૂપેશ ભરવાડ,શાંતિભાઈ વાઘેલા, વાલમેન પ્રવીણ બાપુ સંપે પહોંચ્યા અને પાણી ભરવાની પ્રક્રિયા શરૂ કરેલ હોય ત્યાં સંપ ની બાજુમાં જ પાણી લીકેજ થતાં સવારમા મજુરો દ્રારા ખોદીને તપાસ કરાતા પાણીનો એલ્બો કોઈ લુખ્ખા અસામાંજીક તત્વો દ્વારા તોડી નાખેલ હાલતમા મળી આવતા સરપંચ ચોકી ઉઠેલ અને કોઇ અજાણ્યા ઇસમોએ આ પાણીનો એલ્બો તોડીને આગળ ના વિસ્તાર ને પાણી ન મળે તેવા મેલા હેતુ અને સરપંચ ને બદનામ કરવા ના હેતુ થી નુકશાન કરેલ હોય જે અન્વયે સરપંચ દ્વારા લીલીયા પોલીસ સ્ટેશને આવી અને અસામાજિક તત્વો સામે અરજી કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવા માં આવેલ છે તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.