કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં પાલિતાણાના જામવાળી ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઇ
કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં પાલિતાણાના જામવાળી ગામે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' યોજાઇ
દરેક ગામના પ્રત્યેક લાયક લાભાર્થીને સરકારી યોજનાઓના લાભ મળી રહે એ ઉદ્દેશ્યથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું છે- કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવીયા
ભાવનગર જીલ્લાના તાલુકાઓના ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી રહી છે. જેના દ્વારા ગ્રામજનોને ઘરઆંગણે વિવિધ સરકારી યોજનાઓના લાભ મળી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં પાલિતાણા તાલુકાના જામવાળી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવતા ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા એ જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી બન્યા બાદ દેશની તસવીર અને તકદીર બદલી દીધી છે. ભારત હવે વિકસિત રાષ્ટ્ર બનવા જઇ રહયું છે. એ જ સંકલ્પને લઇને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના દ્વારા ગામે ગામ રથ સાથે અધિકારીઓ અને પદાધિકારીઓ જઇને ગ્રામજનોને યોજનાની માહિતી અને લાભો અપાવી રહયા છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વમાં વિકાસનું મોડલ બનીને ઉભરી રહયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકો વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ લઇ રહ્યા છે. નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશની શાન વધી છે. તેઓએ ગ્રામજનોને યોજનાઓનો મહત્તમ લાભ લેવા અને અન્ય લોકોને અપાવવા માટે અપીલ કરી હતી. આ યાત્રા થકી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રી અને શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દરેક ગામના પ્રત્યેક લાયક લાભાર્થીને સરકારી યોજનાઓના લાભ મળી રહે એ ઉદ્દેશ્યથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વિકાસ માટે લોકોનો સામૂહિક પ્રયાસ જરૂરી છે.જુદી જુદી યોજનાના લાભાર્થીઓએ 'મેરી કહાની - મેરી જુબાની' થીમ હેઠળ પોતાને મળેલ યોજનાના લાભની વાતો કરી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા, પ્રાંત શ્રી યુવરાજ સિદ્ધાર્થ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
રીપોટર- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.