નેત્રંગમાં નવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રીની નિમણુંક થતા શૈક્ષિક મહાસંઘ દ્વારા સત્કાર કાર્યક્રમ કરવામાં આવ્યો.
આજ રોજ પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નેત્રંગમાં શ્રી દિગ્વિજયસિંહભાઈ રાણા સાહેબશ્રીની નિમણૂક થતા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગ અને ભરૂચ દ્વારા તાલુકા પંચાયત શિક્ષણશાખા નેત્રંગ ખાતે સન્માન સત્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો.અને જુના ટી. પી. ઓ. સુરેશભાઈ વસાવા સાહેબનો વિદાય કાર્યક્રમ કરવામાં આવ્યો. જે કાર્યક્રમમાં શૈક્ષિક મહાસંઘ ભરૂચના અધ્યક્ષશ્રી પુષ્પરાજસિંહ ગોહિલ, કાંટીપાડાના ગ્રુપ શિક્ષકશ્રી અને બીટ નિરીક્ષણશ્રી વજેસિંગભાઈ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગના અધ્યક્ષશ્રી રાજનભાઈ ગાંવિત, મહામંત્રીશ્રી મહેન્દ્રભાઈ વસાવા, સિ.ઉપાધ્યક્ષ વિનોદભાઈ,સંગઠન મંત્રી અંકિતભાઇ, સહમંત્રી શશીકાંતભાઈ,દર્શનભાઈ જેઓ કાર્યક્રમમાં હાજર રહ્યા.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે
