પંચમહાલ-આકાશમાંથી આગ ઓકતી ભીષણ ગરમીથીહાઈવે માર્ગો સુમસામ,પશુપંખીઓની હાલત બની કફોડી બની
પંચમહાલ જીલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાયા બાદ હવે ભીષણ ગરમીનો અહેસાસ થઈ જીલ્લાવાસીઓને થઈ રહ્યો છે. પાછલા બે દિવસથી શહેરા નગર અને તાલુકામાં ગરમીનો પારો ઉચે જતા ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે,હાલમાં ગરમીને કારણે હાઈવે માર્ગો પર રસ્તા સુમસામ જોવા મળી રહ્યા છે. લોકો ગરમીથી બચવા માટે ઘરમાં પુરાઈ રહીએ એસી,કુલર,પંખાનો સહારો લેવાનુ પંસદ કરી રહ્યા છે.
પંચમહાલ જીલ્લાના શહેરાનગર અને તાલુકામાં ભીષણ ગરમી પડવાથી તાલુકાવાસીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. બપોર 12 વાગ્યાથી ધીમેધીમે આકાશમાં સુરજ માથે આવતા જાણે અગનગોળા વરસાવાનું શરુ કરી દેતો હોય તેવી પરિસ્થીતી ઉભી થાય છે.ગરમીના કારણે શહેરાનગરમાથી પસાર થતા હાલોલ –શામળાજી હાઈવે પર વાહનોની અવરજવર પણ ઓછી જોવા મળી રહી છે.હાલમાં લગ્નગાળો ચાલી રહ્યો છે. ગરમીના કારણે લોકો ઘરમાથી બહાર નીકળવાનુ ટાળી રહ્યા છે.ખાસ કરીને ગરમીથી બચાવા માટે એસી,કુલર,પંખાનો ઉપયોગ કરી રહ્યા છે.વધુમાં શહેરાનગરમાં ખુલી ગયેલી કેરી અને શેરડીરસની હાટ઼ડીઓ પર ભીડ જોવા મળી રહી છે.કેટલીક સામાજીક સંસ્થાઓ દ્વારા પાણીની સેવા પણ શરુ કરવામા આવી છે.ગરમીથી સીધી અસર પશુપંખીઓને પડી રહી છે, કેટલાક સેવાભાવી લોકો દ્વારા પાણીમાં કુંડા સહિતની સુવિધા પર ઉભી કરી છે. જેથી પશુપંખીઓ તરસ્યા ન રહી શકે.વધુમાં ભારે ગરમીના કારણે બાંધકામની સાઈટો પર કામ કરતા શ્રમિકોની હાલત પણ કફોડી બની છે.તેમને ગરમીનો ભારે સામનો કરવો પડી રહ્યો છે.બપોરના સમયે મોટાભાગના લોકો ઘરમાંથી નીકળવાનું ટાળી રહ્યા છે.તંત્ર દ્વારા પણ ભારે ગરમીના કારણ કામ વગર ઘરમાં રહેવા માટે સુચનો કરવામા આવી રહ્યુ છે,ગરમીના માહોલમાં લુથી બચવા માટે ફળોનારસ અને લીંબુ રસ પીવાનો અનુરોધ કરવામા આવી રહ્યો છે.
રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.