શાહ માત્ર અધિકારીઓને મળ્યા, રાજકોટના નેતાઓને દૂર રાખ્યા
સોમનાથ દર્શને જતા પહેલા હિરાસર એરપોર્ટ પર કર્યું ટૂંકું રોકાણ
શહેર ભાજપના હોદ્દેદારોને બપોરે અઢી વાગ્યે એરપોર્ટ જવાની સૂચના હતી પણ 12 કલાકે ફરી મેસેજ આવ્યો કે હવે કોઇએ આવવાનું નથી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ દર્શને જતા પહેલા રાજકોટના હિરાસર એરપોર્ટ પર શુક્રવારે બપોરે ટૂંકું રોકાણ કર્યું હતું. જો કે તેઓ માત્ર રાજકોટના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને જ મળ્યા હતા. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ સહિત એકપણ વ્યક્તિને તેઓએ એક મિનિટનો પણ મળવાનો સમય આપ્યો ન હતો. આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સાથે શું વાતચીત થઈ તે જાણવા પ્રયત્ન કરાયો હતો પરંતુ માત્ર ઔપચારિક વાત થઈ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. પરંતુ ચાર જૂને મતગણતરી પૂરી થયા બાદ રાજકોટના રાજકારણમાં અથવા તો મહાનગરપાલિકાના હોદ્દેદારો અને શહેર ભાજપના હોદ્દેદારો સંદર્ભે કોઇ આશ્ચર્યજનક નિર્ણય આવી શકે તો ના નહિ તેવી વાતો થઈ હોય તેમ મનાઇ રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.