ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમા ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલો તથા બિયર ટીનનો નાશ કરતી હાર્બર મરીન પોલીસ - At This Time

ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમા ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલો તથા બિયર ટીનનો નાશ કરતી હાર્બર મરીન પોલીસ


ગોસા(ઘેડ) તા. ૧૯/૦૯/૨૦૨૪
હાર્બર મરીન પોલીસમાં પોલીસે અલગ અલગ ગુના માં પકડી પાડેલ ભારતીય બનાવટ ની નાની મોટી બોટલો તેમજ બિયર ટીન મળી કુલ ૧૦૯૪૯ નંગ જેની કુલ કિંમત રૂ ૨૮૦૯૮૨૪ના મુદામાલ નો ઈન્દિરાનગર પોરબંદર ખાતેના દરીયા કાંઠે બૂલડોઝર ફેરવી હા ર્બર મરીન પોલીસ દ્વારા નાશ કરવામાં આવેલ.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં પ્રોહી ( દારુ)ના ગુન્હામાં પકડાયેલ પ્રોહી (દારૂ)નો મુદામાલ પેન્ડિંગ પડી રહેલ હોય જે અંગે નામદાર કોર્ટમાંથી મુદામાલ નાશ અંગે હુકમ મેળવી પ્રોહી નાશપાત્ર નાશ કરવા સૂચના કરેલ હોય જે સૂચના અન્વયે પોરબંદર શહેર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક ઋતુરાબા ના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પોલીસ ઈન્સ્પૅકટર એસ. ડી. સાળુકે નાઓએ હાર્બર મરીન પોલીસ સ્ટેશન માં નાશપાત્ર પ્રોહી મુદામાલ અંગે સબ ડીવીઝન મેજિસ્ટ્રીટ પોરબંદર ની કચેરી ના નં. એમએજી /વશી/૯૨૦/૨૦૨૪ તા ૧૭/૦૯/૨૦૨૪ ના હુકમ અન્વયે હાર્બર મરીન પોલીસ સ્ટેશન ના અલગ અલગ ગુનામાં પકડાયેલ અલગ અલગ પરપ્રાતિય ભારતીય બનાવટ ની નાની મોટી બોટલો તથા બિયર ટીન મળી કુલ નંગ ૧૦૯૪૯ જેની કુલ કિંમત રૂપિયા ૨૮૦૯૮૨૪ નો મુદામાલ ઈન્દિરા નગર પોરબંદર ખાતેના દરિયા કાંઠે એસ.ડી.એમ.પોરબંદર એસ. એ. જાદવ તથા પોરબંદર શહેર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ઋતુરાબા તથા પોરબંદર નશાબંધી અને આબકારી વિભાગના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પી. આર. ગોહિલ નાઓની હાજરીમા ઈન્દિરા નગર દરિયા કાંઠે હાર્બર મરીન સ્ટેશન ના અલગ અલગ ગુનામાં પકડાયેલ અલગ અલગ પરપ્રાતિય ભારતીય બનાવટ ની નાની મોટી બોટલો તથા બિયર ટીનનો નાશ હાર્બર મરીન પોલીસ દ્વારા કરવામાં આવેલ

રીપોર્ટર વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.