પોરબંદર જીલ્લામાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાની અંગે સર્વે શરૂ કરાયો - At This Time

પોરબંદર જીલ્લામાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાની અંગે સર્વે શરૂ કરાયો


પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવનને લઈને અમુક વિસ્તારમાં તૈયાર થઈ ગયેલ ઉનાળુ પાકને નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે જેથી પોરબંદર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવનને લઈને થયેલ પાક નુકશાન અંગે ગ્રામ સેવક મારફતે પ્રાથમિક સર્વે શરૂ કરવામાં આવ્યો .આગામી દિવસોમાં ગ્રામ સેવક સર્વે પૂર્ણ કરી રિપોર્ટ ખેતીવાડી વિભાગને રજૂ કરવામા આવશે જિલ્લાના પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં અંદાજે 12 હજાર હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે. હાલ આ ઉનાળુ પાક તૈયાર થઈ ગયો છે તેવા જ સમયે પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાતા અમુક વિસ્તારમાં તૈયાર થઈ ગયેલ ઉનાળુ પાકને મોટું નુકશાન થયું છે. પોરબંદરના બરડા પંથક ઉપરાંત રાણાવાવ અને કુતિયાણા પંથકમાં કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો જેથી ખેડૂતના ખેતરના તૈયાર થયેલ ઉનાળુ પાકને નુકશાન થયું છે. ખાસ કરીને તલ, મગ,બાજરી જેવા પાકને નુકશાન થયું છે.પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવનને લઈને ઉનાળુ પાકમાં થયેલ નુકશાન અંગે ગઈકાલે જ પોરબંદરના જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કરના અધ્યક્ષતામાં ખેતીવાડી અધિકારી તેમજ ગ્રામ સેવક સાથે એક બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં કમોસમી વરસાદ અને ભારે પવનને લઈને જિલ્લામાં વાવેતર થયેલ ઉનાળુ પાકના નુકશાન અંગે સર્વ હાથ ધરવા આદેશ આપવામાં આવ્યા હતા.પોરબંદરના ખેતીવાડી અધિકારી એમ.એમ.લખલાણીએ જણાવ્યું હતું કે ઉનાળુ પાક નુકશાન અંગે પ્રાથમિક સર્વે ગ્રામ સેવક દ્વારા શરૂ કરાયો છે અને ગ્રામ સેવકો સર્વેનો પ્રાથમિક રિપોર્ટ ખેતીવાડી વિભાગને રજૂ કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.