બોટાદ ના કૃષ્ણસાગર તળાવ નું પાણી બાજુમાં આવેલા બગીચો તેમજ રોડ પર ફરી વળ્યું બે ફામ પાણી નો વેડફાટ તંત્ર ની ઘોર બેદરકારી - At This Time

બોટાદ ના કૃષ્ણસાગર તળાવ નું પાણી બાજુમાં આવેલા બગીચો તેમજ રોડ પર ફરી વળ્યું બે ફામ પાણી નો વેડફાટ તંત્ર ની ઘોર બેદરકારી


(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ)
બોટાદ ના કૃષ્ણસાગર તળાવમાં લેવલ કરતા વધુ પાણી નર્મદાનું પાણી ઠાલવતા આ અંગે તળાવ નું લેવલ કરતા વધુ પાણી ભરતા તળાવ માંથી પાણી શિરવાણ ફૂટ્યા અને પાણી બગીચા માં ભરતા પાણી ના કારણે બગીચા ની હાલત કફોડી કરી જયારે પાણી ને અટકાવવા ને બદલે તંત્ર દ્વારા નગરપાલિકા સંચાલિત ગાર્ડન માં પાણી ની મોટર પંપ દ્વારા પાણી ને બહાર જાહેર રોડ પર કાઢવવા માં આવે છે જેના કારણે પાણી રોડ પર ફરી વળ્યું છે આ રોડ પર પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદરીયો ને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે એક બાજુ તંત્ર દ્વારા પીવાનું પાણી પાંચ સાત દિવસે આપવામાં આવે છે જયારે આ બાજુ પાણી નો બે ફામ વેડફાટ કરવામાં આવે છે આ બાબતે એક જાગૃત નાગરિકે ગત તા 7-10-24ના રોજ નાયબ ઈજનેર કાનીયાડ સબ ડીવીજન કાનીયાડ કોલોની ભાવનગર રોડ બોટાદને અરજી આપેલ અને તેમજ નકલો કલેકટર બોટાદ, વહીવટદાર નગરપાલિકા અને પ્રાંત અધિકારી બોટાદ, ચીફ ઓફિસર નગરપાલિકા બોટાદ વગેરે ને લેખિત જાણ કરવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ જાતના પગલાં ભરવામાં આવેલ નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.