બોટાદ જિલ્લામાં આયોજિત યોગ સમર કેમ્પ સંપન્ન - At This Time

બોટાદ જિલ્લામાં આયોજિત યોગ સમર કેમ્પ સંપન્ન


બોટાદ જિલ્લામાં આયોજિત યોગ સમર કેમ્પ સંપન્ન

યોગ સમર કેમ્પમાં જિલ્લાના ૯ થી ૧૫ વર્ષના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો બાળકોને જીવનમાં યોગના ઉપયોગ અને ફાયદાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બોટાદ દ્વારા ૯મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩ની ઉજવણીના ભાગરૂપે બાળકોમાં યોગ અંગે જાગૃતિ આવે તે હેતુથી યોગ સમર કેમ્પનું આયોજન તા.૨૧/૦૫/૨૦૨૩ થી તા.૩૦/૦૫/૨૦૨૩ દરમિયાન કરવામાં આવ્યું હતું બોટાદના તુરખા રોડ ખાતે ચાણક્ય સ્કૂલ તથા ભદ્રાવડી ખાતે નંદીગ્રામ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલા યોગ સમર કેમ્પમાં જિલ્લાના ૯ થી ૧૫ વર્ષના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સમર કેમ્પમાં યોગ કોચશ્રી પ્રવિણભાઈ કળથીયા અને શ્રી રીશિતાબેનએ ઉપસ્થિત બાળકોને જીવનમાં યોગના ઉપયોગ અને ફાયદાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.