ઝબલાનો બેફામ ઉપયોગ : વધુ 21 ધંધાર્થીઓને દંડ
મનપાની સોલીડ વેસ્ટ શાખાના વેસ્ટ ઝોને આજે જુદા જુદા રોડ પરથી વધુ સાડા પાંચ કિલો પ્લાસ્ટીક જપ્ત કર્યુ હતું. 120 માઇક્રોનથી ઓછી જાડાઇના પ્લાસ્ટીક કેરીબેગ અને સીંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગ પર પ્રતિબંધ છે. આજે શાસ્ત્રીનગર શાક માર્કેટ, પંચવટી મેઇન રોડ, અતિથિ ચોક, સાધુ વાસવાણી રોડ, સત્યસાંઇ રોડ, બાલાજી હોલ, મવડી ચોકમાં આવેલ દુકાનો, હોકર્સ ઝોનમાંથી સાડા પાંચ કિલો ઝબલા જપ્ત કરીને રૂા.7050નો વહીવટી ચાર્જ 21 વેપારી પાસેથી જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી વેસ્ટ ઝોનના ના.પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવરની દેખરેખમાં આસી. ઇજનેર રાકેશ શાહ, મૌલેશ વ્યાસ, સોલીડ વેસ્ટની ટીમોએ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.