ધંધુકાનો એક તરફી બ્રિજ શરૂ કરતાં ટ્રાફિક સમસ્યા હળવી બની. - At This Time

ધંધુકાનો એક તરફી બ્રિજ શરૂ કરતાં ટ્રાફિક સમસ્યા હળવી બની.


ધંધુકાનો એક તરફી બ્રિજ શરૂ કરતાં ટ્રાફિક સમસ્યા હળવી બની.

ધંધુકા-અમદાવાદ-ભાવનગર ધોરી માર્ગ પર આવેલ રેલ્વે ફાટક પાસે છેલ્લા અંદાજે ૮ વર્ષથી ચાલી રહેલા ઓવેરબ્રિજ એક તરફી ચાલુ કરતાં વાહનચાલકોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી બાજુ ટ્રાફિક સમસ્યા હળવી બની હોય તેવું લાગી રહ્યું છે.બીજી સાઈડના પુલનું કામ પણ પ્રગતિમાં છે ને તે પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

અમદાવાદ ભાવનગર ધોરી માર્ગ પર આવેલ ધંધુકા રેલ્વે ફાટક પાસેના બ્રિજનું એક સાઈડનું સુભારંભ કરવામાં આવ્યું છે જેમાં સતત ૮ દિવસ સુધી ઓવર લોડ વાહનો ભરેલાની ટ્રાયલ લેવામાં આવતી હતી. રાજ્યના માર્ગ અને મકાન વિભાગના ધંધુકા સબ ડિવિઝન અને અમદાવાદ ડિવિઝન ઈજનેરોને બ્રિજ પર સતત ખડેપગે રહીને સતત નિરીક્ષણ કર્યા બાદ ટ્રાફિક માટે શરૂ કરવામાં આવ્યો છે . ભાવનગરથી અમદાવાદ જતાં એક તરફથી પુલ ટ્રાફિકનો શરૂ થતાં ટ્રાફિક સમસ્યા હળવી બની હતી.જ્યારે બીજી બાજુનું કામ હાલ પ્રગતિમાં છે. વાહનચાલકોમાં એક તરફી પુલ ચાલુ થતાં ખુશી જોવા મળી હતી.

રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.