કિડની વેચી 6 લાખ આપવા વ્યાજખોરની ધમકી
ડેરી સંચાલક બે મિત્રઅે વ્યાજે લીધેલા રૂ.6.70 લાખ સામે રૂ.27 લાખ ચૂકવ્યા છતાં વધુ રકમની ઉઘરાણી કરી વ્યાજખોર મોહસીને ડેરી સંચાલકના નામે ક્રેટા કાર અને બે મોંઘા મોબાઇલ ખરીદ કરાવી પોતાની પાસે રાખી લીધા
રેલનગરમાં ભાગીદારીમાં ડેરી ચલાવતા બે યુવકે ધંધા માટે રૂ.6.70 લાખ વ્યાજે લીધા હતા જેની સામે વ્યાજખોરને રૂ.27 લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર વધુ નાણાંની માંગ કરી કિડની વેચીને પૈસા આપવા પડશે તેવી ધમકી આપે છે. નાણાં વસૂલવા સાગરીતોને મોકલીને ધમકાવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.