લખતર તાલુકાના ભાથરીયા ગામની પ્રાથમિક શાળા પાસેના ટીસી ફરતી જાળી નાખવા વિધાર્થીઓ દ્વારા માંગ કરાઈ - At This Time

લખતર તાલુકાના ભાથરીયા ગામની પ્રાથમિક શાળા પાસેના ટીસી ફરતી જાળી નાખવા વિધાર્થીઓ દ્વારા માંગ કરાઈ


લખતર તાલુકાના ભાથરીયા ગામની પ્રાથમિક શાળા પાસેના ટીસી ફરતી જાળી નાખવા વિધાર્થીઓ દ્વારા માંગ કરાઈચોમાસુ જામે તે પહેલા લખતર તાલુકા 42 ગામના ટીસીનો સર્વે કરી દરેક ટીસી ફરતે અકસ્માત થાય તે પહેલા જાળી નાખવા માંગ ઉઠીલખતર તાલુકાના તાવી ગામના ટીસી ફરતી જાળી નહિ હોવાથી સામાન્ય વરસાદ વરસતા ટીસી સાથેના થાંભલામાં શોર્ટ સર્કિટ થઈ ગઈ હતી આ થાંભલા નજીક ગાય પહોંચી જતા શોર્ટ સર્કિટ થતા બે ગાયના કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા ત્યારે ભાથરીયા ગામની પ્રાથમિક શાળા પાસે રોડને અડીને આવેલા ટીસી ફરતી જાળી નહિ હોવાથી ભાથરીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કોઈના લાડકવાયા બાળકો અકસ્માતનો ભોગ બને તે પહેલા ટીસી ફરતી જાળી નાખી આપવા સરકાર પાસે માંગ કરતા ચકચાર મચી જવા પામી છે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ચોમાસામાં ટીસી ફરતું પાણી ભરાયુ હતું ત્યારે પણ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ટીસી ફરતી જાળી નાખી આપવા માંગ કરાઈ હતી તો શું કોઈ મોટો અકસ્માત સર્જાય પછી ટીસી ફરતી જાળી નાખશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.