પત્ની રિસામણે ચાલી જતાં પતિનો સાળા પર મરચું છાંટી ધારીયાથી હુમલો - At This Time

પત્ની રિસામણે ચાલી જતાં પતિનો સાળા પર મરચું છાંટી ધારીયાથી હુમલો


પત્ની માવતર રિસામણે ચાલી જતાં ઉગ્ર થયેલા પતિ અને અન્ય શખ્સે તેના સાળા પર મરચું છાંટી ધારીયાથી હુમલો કરતાં યુવકને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર, પોપટપરામાં શંકર ટેકરી, સંતોષી નગર ફાટક પાસે રહેતાં બેચરભાઈ મનસુખભાઇ ઉકેડીયા (ઉ.વ.27) ગતરાત્રીના ઘર પાસે હતો
ત્યારે ઘસી આવેલા તેનો બનેવી અક્ષય અને પિતરાઈ ભાઈ અરવિંદે ઝઘડો કરી આંખમાં મરચું છાંટી ધારીયાથી હુમલો કરી નાસી છૂટ્યા હતાં. ઇજાગ્રસ્ત યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્ર. નગર પોલીસને જાણ કરી હતી. વધુમાં ઇજાગ્રસ્ત યુવકે જણાવ્યું હતું કે, તેના બહેન સુમિત્રાના લગ્ન અક્ષય સાથે થયાં હતાં.
બન્ને વચ્ચે ગૃહકાંકસ થતાં છેલ્લા એક માસથી તેની બહેન માવતર રિસામણે હતી.જેથી બહેનને ફરીથી તેડી જવા માટે ધમકી આપતો અને દસ દિવસ પહેલા પણ અક્ષયે હુમલો કર્યો હતો અને દેખાઈસ ત્યાં મારીસ તેવી ધમકી આપી હતી, અને ગતરોજ અક્ષય મારા પિતરાઈ ભાઈ અરવિંદ સાથે આવી હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે વધું તપાસ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.