સંતરામપુર તાલુકાના પરથમપુર ખાતે ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં ફેર મતદાન ચાલુ થયું - At This Time

સંતરામપુર તાલુકાના પરથમપુર ખાતે ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં ફેર મતદાન ચાલુ થયું


સંતરામપુર તાલુકાના પરથમપુર ખાતે ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં ફેર મતદાન ચાલુ થયું

ગ્રામજનોએ સવારથી જ શાંતિપૂર્ણ વાતાવરણમાં લાઈનો લગાવી પોતાનો કિંમતી વોટ આપ્યો .મહિસાગર જિલ્લામાં નિષ્પક્ષ, મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં લોકસભા ચૂંટણી માટે ચૂંટણીપંચના આદેશ મુજબ આજ રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના 220 નંબર ના પરથમપુર ગામે ફરી મતદાન યોજાયેલ છે. આજ સવારથી જ ગ્રામજનો ફરી એક વાર પોતાનો કિંમતી વોટ આપવા બુથ પર પહોંચી શાંતિપૂર્ણ વાતાવરણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન કરવા આવી રહ્યા છે.

. વહીવટી તંત્ર દ્વારા ગામના દરેક વ્યક્તિ મતદાન કરે તે માટે તમામને અપીલ કરવામાં આવી છે.
પરથમપુર મતદાન મથક પર બુથકેપચરીગ ની બનેલ ઘટના બાદ ભારતીય ચૂંટણી પંચ આ મતદાન મથક પર ફેરમતદાન આપેલ છે.ને ચુસ્ત કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ફેરમતદાન શાંતિપુર્ણ વાતાવરણમાં હાલ થ ઈ રહેલ છે ને મતદારો નિભૅયરીતે મતદાન કરી રહેલ છે.
આ પરથમપુર મતદાન મથક માં કુલ 1224. મતદારો નોંધાયા છે.જે પૈકી સવાર ના સાત કલાક થી બપોરના એક વાગ્યા સુધી માં 505 નું મતદાન થવા પામ્યું હતું.
મતદાન મથક પર સવાર થી મતદારો ની લાઈન લાગેલી જોવાં મળતી હતી.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.