તારા પતિને કહી દેજે મારા દુશ્મન સાથે વાત ન કરે કહી મહીલાને જાહેરમાં ધમકી આપી
થોરાળામાં મહિલાનો પીછો કરી કીશોર ખીમસુરીયા નામના શખ્સે મહિલાને જાહેરમાં ગાળો આપી ધમકી આપતા થોરાળા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો.
બનાવ અંગે નવા થોરાળા વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરિણીતાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કિશોર જેન્તી ખીમસુરીયાનું નામ આપતા થોરાળા પોલીસે બીએનએસ એકટ 78(2), 351(2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેઓના લગ્ન ચાર વર્ષ પહેલા થયેલ, તેમને સંતાનમાં એક પુત્રી છે. ગઈ તા.31ના સાંજના સમયે તેણી શેરીમાં શાકભાજીની રેકડીએ શાકભાજી લેવા માટે ગયેલ ત્યારે તેમનો કૌટુંબિક કિશોર ખીમસુરીયા બાઈક લઈ તેમની પાછળ પાછળ આવેલ અને કહેવા લાગેલ કે તારા પતિના મિત્ર પ્રકાશ સાથે અગાઉ માથાકુટ થયેલ હોય તેમ છતાં તારો પતિ પ્રકાશ સાથે રખડે છે જેથી તુ તારા પતિને સમજાવી દેજે નહીતર મજા નહી આવે. જેથી તેણીએ તેમ શુકામે બોલો છો પુછતા આરોપી ઉશ્કેરાઈ ગયેલ અને બેફામ ગાળો બોલવા લાગેલ હતો. દરમ્યાન તેણીની પુત્રી નીચે પટકાતા આરોપી નાસી છુટયો હતો.બનાવ અંગેની ફરિયાદ પરથી થોરાળા પોલીસે ગુન્હો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.