અમરેલી પૂર્વ સાંસદ ઠુંમરે વિવિધ રસ્તા રીપેર કરો ની માંગ ત્રણ દિવસ માં રસ્તા રીપેર નહિ કરાય તો દરેક તાલુકા માં નેતા ઓની નનામી સાથે અનોખો વિરોધ કરાશે - At This Time

અમરેલી પૂર્વ સાંસદ ઠુંમરે વિવિધ રસ્તા રીપેર કરો ની માંગ ત્રણ દિવસ માં રસ્તા રીપેર નહિ કરાય તો દરેક તાલુકા માં નેતા ઓની નનામી સાથે અનોખો વિરોધ કરાશે


અમરેલી પૂર્વ સાંસદ ઠુંમરે વિવિધ રસ્તા રીપેર કરો ની માંગ

ત્રણ દિવસ માં રસ્તા રીપેર નહિ કરાય તો દરેક તાલુકા માં નેતા ઓની નનામી સાથે અનોખો વિરોધ કરાશે

અમરેલી પુર સાંસદ વિરજીભાઈ ઠુંમરે કાર્યપાલક ઇજનેરશ્રી, (રાજ્ય) માર્ગ-મકાન વિભાગ, અમરેલી.રસ્તા ઓના સમારકામ અંગે રજુઆત કરી
શહેરમાંથી પસાર થતા અને બાયપાસ તેમજ જિલ્લામાંથી પસાર થતા રાજ્યધોરી માર્ગ બિસ્માર રસ્તાઓ રીપેર કરવા માંગ કરી અમરેલી બાયપાસ હમીરજી સર્કલ લાઠી તેમજ કુકાવાવ તરફ જતા નવા બનેલા બંને પુલની આસપાસ અને શહેરમાંથી પસાર થતા રાજ્યધોરી માર્ગ ઘણા બિસ્માર બનેલ છે. જિલ્લામાંથી પસાર થતા મોટાભાગના રાજ્યધોરી માર્ગ બિસ્માર બનેલ છે અને મોટા ખાડાના કારણે વાહનચાલકો ભારેમોટી મુશ્કેલી અનુભવી રહ્યા છે. છાશવારે ખરાબ રસ્તાઓને કારણે અકસ્માત પણ થઈ રહ્યા છે. આ બાબતે પત્રોથી અવાર-નવાર રજુઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી દુઃખદ બાબત છે. ના છુટકે કોંગ્રેસ પક્ષ દ્વારા દિન-૩ માં આ રસ્તાઓ રીપેર કરવામાં નહી આવે તો રાજયનાં માર્ગ-મકાન મંત્રીશ્રી (મુખ્યમંત્રીશ્રી) જેતે વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય ની નનામી સાથે સૌનો સાથ અને સૌનો વિકાસ નેજા નીચે વર્ષોથી ચાલતી ગુજરાત સરકાર તરફથી ખરેખર વિકાસ થયો છે કે કેમ? તેનો પર્દાફાશ કરવા વર્ષોથી ચાલતી સાશક પાર્ટીના વિકાસના પક્ષના બેનર સાથે જે રસ્તા પર ખાડો હશે ત્યાં આ પક્ષનું બેર્નર ખોડી અને લોકોને ખરેખર વિકાસ છે કે કેમ? તેની જાગૃતિ લાવવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્લાના જુદા-જુદા તાલુકા મથકો ઉપર અને જે રસ્તાઓમાં ખાડા પડયા છે ત્યાં રૂબરૂ જઈ નનામી સાથે આ દિન-૩ માં જો રસ્તાઓ રીપેર કરવામાં નહી આવે તો કાર્યક્રમ રાખવામાં આવશે તેમજ આ રસ્તાઓ ઉપરના સ્થાનિક S.O. અને D.ELE. તેમજ કાર્યપાલક ઇજનેર ની ઉચ્ચ લેવલેથી ACB મારફત તેમની મિલ્કતોની તપાસ માટેનો સરકારને દબાણ કરી તાત્કાલીક તપાસ કરવા અને આ રસ્તાઓ રીપેર કરવા માટેની માંગણી સાથે રાજયના મુખ્યમંત્રીશ્રીને જિલ્લા સમાહતો મારફત આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમ યોજવાનું નકકી કરેલ છે. દિન-૩ માં જો આ રસ્તાઓ રીપેર નહીં થાય તો તેની સંપુર્ણ જવાબદારી જિલ્લાનાં રસ્તા વિભાગના વડા તરીકે આપની રહેશે. નેશનલ હાઇ-વે ને સોપેલા રસ્તા હોય તો તેમના પણ અધિકારીઓને તેમજ સ્થાનિક નગરપાલિકા સાથે રસ્તાઓ રીપેર કરવા માટેની અને રસ્તાઓ તોડીને પાઇપલાઇન નાખી જે સરેરા કર્યા છે તે તાકીદે રીપેર કરવા માટે માંગણી સાથે આ પત્રથી રજુઆત કરી રહ્યો છું. તાકીદે તુર્તજ યોગ્ય થવા મારી રજુઆત છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.