બોટાદ શહેરમાં ઈદે મીલાદુન્નબી પ્રસંગે ભવ્ય ઝુલુસ નીકળ્યું, મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા
(અસરફ જાંગડ દ્વારા)
ઈદની હર્ષઉલ્લાસ સાથે ઉજવણી કરીસમગ્ર વિશ્વને સદભાવના,એકતા, શાંતિ અને સ્ત્રી સન્માનનો સંદેશો આપનાર ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મુહમ્મદ મુસ્તુફા સાહેબ (સ.અ.વ.)ના જન્મદિન ઈદોની ઇદ ઇદે મિલાદુન્નબીની બોટાદના વિસ્તારો ખોજવાડી,જ્યોતિગ્રામ સર્કલ,હેઠલી શેરી જુમ્મા મસ્જિદ,ઢાળ બજાર, અવેડા ગેઈટ, મુસ્લિમ સોસાયટી ત્યારબાદ નવનાળા થઈને હરણકુઈ વિસ્તારના માર્ગો સહિત સમગ્ર શહેરમાં ભારે શાનો-સૌકત અનેઆન-બાન-શાનથી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર ભવ્ય જૂલૂસો નીકાળવામાં આવ્યા હતા. જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. હુસેની કમિટી દ્વારા ખોજાવાડી ખાતેથી પરંપરાગત રીતે ઇદેમિલાદુન્નબીનું ભવ્ય જુલુસ શહેરના વિસ્તારોમાં નીકળ્યુ હતું.જ્યારે સવાર નાના બાળકો હાથમાં ઝંડા ફરકાવી નબી સાહેબની વિલાદતને સલામી આપતા જોવા મળ્યા હતા. જુલુસ પસાર થવાના માર્ગ ઉપર ઠેર ઠેર ન્યાઝ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને નબીસાહેબના જન્મદિવસની યાદમાં નિકળતા આ જૂલુસમાં દરેક મુસ્લિમ બિરાદરને જોડાવા આહ્વાન કર્યું બોટાદ ટાઉન પોલીસ દ્વારા શાંતિ સમિતિ નું બેઠક તેમજ મોહલ્લા બેઠક વિગેરે આયોજન કરાયું હતું ત્યારબાદ જુલુસ ની અંદર મોટી સંખ્યામાં પોલીસ પ્રશાસન દ્વારા ખૂબ જ સાથ સહકાર અને સહયોગ આપેલ હતો કમિટીના આગેવાનો દ્વારા પોલીસ પ્રશાસન નો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.