જાંમાપગીના મુવાડા પ્રા. શાળાના શિક્ષકોની બદલી થતાં વાલીઓએ શાળાને તાળાં માર્યા
લુણાવાડાના જાંમાપગીના મુવાડા પ્રા.શાળામાં માતા પિતા પૂજનના દિવસે આસારામની પૂજા કરાતા વિવાદ સર્જાયો હતો. આ અંગે મહીસાગર શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષા રૂપે શાળાના શિક્ષકોની કચ્છ બદલી બદલી થતા વાલીઓએ શાળાને તાળા માર્યા હતા. જેને લઇને વિદ્યાર્થીઓએ શાળાની બહાર અભ્યાસ કર્યો હતો.સમગ્ર બનાવના વીડિયો ફોટો સામે આવતા વિવાદ સર્જાયો છે જે બાબતે શિક્ષણ વિભાગના સેક્શન અધિકારી દ્વારા 5 શિક્ષકોને મહીસાગર જિલ્લામાંથી કચ્છ જિલ્લામાં બદલી સાથે ખાતાકીય તપાસના આદેશ કરવામાં આવ્યા હતો. જેને લઈ વાલીઓ દ્વારા શનિવારે શિક્ષકો જોઈએ જેવા નારા સાથે સ્કૂલને તાળાબંધી કરવામાં આવતા શિક્ષકો દ્વારા બાળકોને શાળાની બહાર મેદાનમાં ભણાવવાની ફરજ પડી હતી. જ્યારે શિક્ષકોને પરત શાળામાં મુકવામાં નહીં આવે ત્યાં સુધી શાળાનું તાળુ ખોલવા નહી દઇએ તેવુ વાલીઓએ જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.