નકલી કચેરી, નકલી ટોલ નાકુ, નકલી ઘી, અને હવે મહીસાગરમાં નકલી હુકમ આવ્યો સામે
નકલી સહીઓ કરી આદિવાસીની 73AAની એન્ટ્રી રદ કરતો હુકમ કરનાર ઇસમ વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ
મહીસાગર કલેકટર કચેરીના કમ્પ્યૂટર ઓપરેટર દ્વારા બનાવટી સહી કરી હુકમ કરી હોવાની હકીકત આવી સામે
કલેકટર કચેરી,મહીસાગર-લુણાવાડાની આર. ટી એસ શાખામાં આઉટસોર્સ કંપનીના ઓપરેટર તરીકે ફરજ બજાવતા ઈસમ દ્વારા નાયબ મામલતદાર તથા કારકુનની બનાવટી સહી કરી, બનાવટી હુકમ કર્યાનું ધ્યાન પર આવ્યું
જેની ગંભીરતાને ધ્યાને રાખી તત્વરીત તપાસ કરતા હકીકત જાણવામાં આવેલ કે, નિયમિત ચાલતા આર.ટી.એસ કેસની જેમ જ પક્ષકારો માટેની મુદત કાઢી પક્ષકારોની સહી મેળવી અને ત્યારબાદ ૭૩AAનું નિયંત્રણ હટાવતો ખોટી સહિથી બારોબાર હુકમ કર્યો
ત્યારબાદ ઓનલાઈન સિસ્ટમ સાથે ચેડા કરી કેસ ડિસપોઝ કરી અરજદારને આ બનાવટી હુકમ પણ આપી દિધો
ત્યારબાદ બનાવટી હુકમની કાચી નોંધ પણ દાખલ કરી દીધી
પરંતુ આ બાબતની જાણ લુણાવાડા મામલતદાર કચેરીમાં ઇ ધરા શાખાને હુકમમાં સહી ખોટી જણાતા, તાત્કાલિક કલેકટર કચેરીનુ ધ્યાન દોરતા તેના અનુસંધાને રજીસ્ટર કોમ્પ્યુટર તથા શાખામાં સાધનિક કાગળોની ચકાસણી કરતા આ હુકમ બનાવટી અને ખોટો હોવાનું બહાર આવ્યુ
કલેકટર કચેરી દ્વારા આ બાબતની ગંભીરતાને ધ્યાને લઇ ઓપરેટર સામે બનાવટી હુક્મ કરવા તથા સરકારી રેકર્ડ સાથે ચેડા કરવા બદલ તાત્કાલીક પોલીસ ફરીયાદ નોંધી કડકમાં કડક દાખલા રૂપ ફોજદારી કાર્યવાહી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી
થોડા મહિના અગાઉ દેડીયાપાડા ના ધારાસભ્ય આપ નેતા ચૈતર વસાવા જ્યારે મહીસાગરની મુલાકાતે હતા ત્યારે કલેકટર પાસે આ બાબતની માહિતી માંગી હતી અને આદિવાસીઓની જમીન બારોબાર વેચાણ થતી હોવાની આશંકા વ્યક્ત કરી હતી
ત્યારે જો આ મામલાની ઊંડાણ પૂર્વક તપાસ થાય તો કોણ છે જેના કહેવાથી હુકમો થયા આની પાછળ માસ્ટર માઈન્ડ કોણ છે અને અગાઉ આવી કેટલી જમીન બારોબાર ખોટા હુકમોથી વેચાણ થઈ તે બાબત બાહર આવે તેમ છે્
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.