વઘાસીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ. - At This Time

વઘાસીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ.


વઘાસીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ.
વઘાસિયા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા તા ૩૦.૦૬.૨૦૨૪ ને રવિવાર ના રોજ લોક્સમર્પણ રક્તદાન કેન્દ્ર , વરાછા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. અંગે માહિતી આપતા બ્લડ ડોનેશન કેમ્પ ના ચેરમેન શ્રી પ્રવીણભાઈ વઘાસીયા એ જણાવેલ કે વઘાસીયા પરિવાર અને વઘાસીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે પરંતુ છેલ્લા એક મહિના થી લોક્સમર્પણ રક્તદાન કેન્દ્ર ખાતે રક્ત ની વધારે જરૂરિયાત હોઈ, રક્તદાન કેન્દ્ર તરફ થી અનેક સામાજિક સંસ્થાઓ ને કેમ્પ નું આયોજન કરવા માટે એક અપીલ કરવામાં આવેલ અને એ અપીલ અંતર્ગત અમો એ આજે આ કેમ્પ નું આયોજન કરેલ અને જેમાં ૨૫ જેટલા રક્ત ના યુનિટ એકત્રિત કરવામાં આવેલ. વિશેષ માહિતી આપતા શ્રી વઘાસીયા પરિવાર ના મહામંત્રી નિખિલ વઘાસીયા એ જણાવેલ કે શ્રી વઘાસીયા પરિવાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ ની સિલ્વર જ્યુબીલિ વર્ષ તરીકે ઉજવણી ચાલી રહી છે તેમજ એક સામાજિક ઉતરદાયીત્વ ના ભાગરૂપે પરિવાર દ્વારા અવારનવાર સામાજિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ આ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. જેમાં પરિવાર ના પ્રમુખ શ્રી ડો.જગદીશ વઘાસીયા એ આજે ૮૦ મી વખત રક્તદાન કરેલ,જેઓ અવારનવાર સમયાંતરે અને જરૂર પડ્યે રક્તદાન કરતા આવ્યા છે ,જેમના દ્વારા આગાઉ પણ કોરોના ના સમયે પાંચ વખત પ્લાઝમા ડોનેશન પણ કરવામાં આવેલ, ઉપરાંત અમારા યુવા પ્રમુખ શ્રી નીતિનભાઈ, ઉપ પ્રમુખ શ્રી ચિરાગભાઈ તેમજ પૂર્વ પ્રમુખઓ શ્રી વિનુભાઈ અને શ્રીધીરુભાઈ અને ટ્રસ્ટી શ્રી ભરતભાઈ દ્વારા પણ રક્તદાન કરી યુવાઓ ને રક્તદાન કરવા પ્રેરણા પૂરી પડેલ. આ ઉપરાંત પરિવાર ના ૨૫ જેટલા અન્ય રક્તદાતાશ્રીઓ એ પણ રક્તદાન કરેલ. આ પ્રસંગે વઘાસીયા પરિવાર ના મહિલા પ્રમુખ શ્રીમતી વિપુલાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.