*બોટાદ જીલ્લાના ખેડુતોને આઇ-ખેડુત પોર્ટલ દ્રારા બાગાયતી યોજનાઓનો લાભ લેવા અનુરોધ* - At This Time

*બોટાદ જીલ્લાના ખેડુતોને આઇ-ખેડુત પોર્ટલ દ્રારા બાગાયતી યોજનાઓનો લાભ લેવા અનુરોધ*


*બોટાદ જીલ્લાના ખેડુતોને આઇ-ખેડુત પોર્ટલ દ્રારા બાગાયતી યોજનાઓનો લાભ લેવા અનુરોધ*
--------------------
*અરજી કર્યા બાદ તેની પ્રિન્ટમાં સહી કરી જરૂરી કાગળો સાથે સમય મર્યાદામાં નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ ખાતે રજુ કરવાની રહેશે,*
--------------------

બોટાદ માહિતી બ્યુરો: સરકારશ્રીના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૨-૨૩ માટેની વિવિધ યોજનાઓ જેવી કે કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ) વાવેતર માટે સહાય, ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મુલ્યે છત્રી/શેડ કવરની યોજના, રક્ષિત ખેતી માટેની યોજનાઓ, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેંટની વિવિધ યોજનાઓ, બાગાયતી પાકના પ્રોસેસીંગના નવા યુનિટ માટેની સહાય યોજના વગેરે યોજનાઓ માટે ખેડુતો અરજી કરી મહતમ લાભ લઇ શકે તે માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. તો લાભ લેવા ઇચ્છતા ખેડુતભાઇઓએ આઇ-ખેડુત પોર્ટલ (www.lkhedut.gujarat.gov.in)માં મોબાઇલ, ગ્રામ પંચાયત કે સાઇબર કાફેમાંથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

તેમજ અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ પોતાની સહી કે અંગુઠાનું નિશાન કરી જરૂરી સાધનિક કાગળો સાથે સમય મર્યાદામાં નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ ખાતે રજુ કરવાની રહેશે. સામાન્ય રીતે, ખેડુતભાઇઓ અરજી કર્યા બાદ પ્રિન્ટ કચેરીમાં જમા કરાવતા ન હોવાથી અરજી નામંજુર કે સહાય મેળવવામાં વિલંભ થાય છે જેની નોંધ લેવા નાયબ બાગાયત નિયામકશ્રી બોટાદની યાદીમાં જણાવાયું છે. વધુ મહિતી માટે ફો.નં. ૦૨૮૪૯-૨૭૧૩૨૧ પર સંપર્ક કરવો.
000000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.