રાજકોટ ઇન્ટર્ન ડોક્ટર, મેડિકલ સ્ટુડન્ટ ડોક્ટર્સ કેન્ડેલ માર્ચ દ્વારા પીડિતા ને ન્યાય મળી રહે તે માટે સંકલ્પ કરેલ.
રાજકોટ શહેર તા.૧૩/૮/૨૦૨૪ ના રોજ તા.૯ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ પશ્ચિમ બંગાળ ના કોલકાતામાં R.G.Kar મેડિકલ કોલેજ માં બનેલ બનાવ જેમાં કે ટી.બી.ચેસ્ટ વિભાગમાં કાર્યરત મહિલા રેસિડન્ટ ડોક્ટર સાથે થયેલ અનિચ્છનીય બનાવ જેમાં તેણીની સાથે ક્રૂરતા પૂર્વક બળજબરી કરી તેણીની હત્યા કરવામાં આવી હતી જેનો વિરોધ કરવા માટે અમે એકત્રિત થયા છીએ. જુનિયર ડોક્ટર એસોસિયેશન રાજકોટ, ઇન્ટર્ન ડોક્ટર તથા યુ.જી મેડિકલ સ્ટુડન્ટ ડોક્ટર્સ આ કેન્ડેલ માર્ચ દ્વારા પીડિતા ને ન્યાય મળી રહે તે માટે સંકલ્પ લઈએ છીએ. રેસિડેન્ટ ડોક્ટર ના પરિવારજનો માટે અમે સહાનુભૂતિ રાખીએ છીએ. એમની આવી કપરી પરિસ્થિતિ માં અમે તેઓની સાથે છીએ અને હિમ્મત તથા સાંત્વના આપીએ છીએ. અમને સરકાર અને તંત્ર પર વિશ્વાસ છે કે આ બાબત માં પારદર્શક રીતે તપાસ કરી આ ક્રૂર ઘટનામાં સંકળયેલ આરોપીને આકરી સજા કરી પીડિતા ને ન્યાય આપવામાં આવે. આ બનાવ બાદ ભવિષ્ય માં આવી અનિચ્છનીય ઘટના ફરીવાર ના બને તથા બધાજ ડોક્ટરો સુરક્ષિત તથા ભયમુક્ત વાતાવરણમાં રહી સલામતી અનુભવી દર્દી નારાયણ ની સેવા કરી શકે એ માટે યોગ્ય ન્યાયીક કાયદાની સરકાર અને તંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.