જસદણના કનેસરા ગામે નાની સિંચાઈ યોજનાના કામોને મંજૂરી યોજના અંર્તગત ૫ હજાર મીટર માટે રૂ.૪.૦૨ કરોડ મંજૂર થતા ૪૧૬ એકર ખેતીની જમીનને ફાયદો થશે : જળસંપતિ મંત્રી બાવળીયા - At This Time

જસદણના કનેસરા ગામે નાની સિંચાઈ યોજનાના કામોને મંજૂરી યોજના અંર્તગત ૫ હજાર મીટર માટે રૂ.૪.૦૨ કરોડ મંજૂર થતા ૪૧૬ એકર ખેતીની જમીનને ફાયદો થશે : જળસંપતિ મંત્રી બાવળીયા


(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ તાલુકાના કનેસરા ગામે ભાદર નદીની પ્રશાખા પર બાંધવામાં આવેલા નાની સિંચાઈ યોજનાની કામગીરી વર્ષ ૨૦૨૨માં પુર્ણ કરવામાં આવી હતી સિંચાઈ યોજનાનો ખેડુતોને લાભ મળી શકે તેવા હેતુસર નહેર/પાઈપલાઈનની કામગીરી કરવા માટે ખેડુતો દ્વારા જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને રજુઆત કરવામાં આવી હતી જેના પગલે મંત્રી દ્વારા ખેડૂતોના હિતમાં યોગ્ય સિંચાઈનો લાભ મળે તે માટે પછાત તાલુકાના ખેડુતોના ઉભા પાકને બનાવવા આ યોજના અંર્તગત ખુટતી નહેર માટે જળસંપતિ વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ૫ હજાર મીટરના સંયુક્ત ખેડવાણ કમાન્ડ વિસ્તારના કામ માટે રૂ.૪.૦૨ કરોડની રકમ મંજુર કરવામાં આવતા ૪૧૬ એકર ખેતીની જમીનને ફાયદો થશે. આ યોજનાની સંગ્રહ શકિત ૩૮.૫૦ મી.ધન ફુટ છે આ કામને સૈધ્ધાંતિક મંજુરી મળી જતાં આગામી ચોમાસા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવશે આમ નાની સિંચાઈ યોજના ને પછાત વિસ્તારમાં મંજુર કરાવતા સર્વ ખેડૂતો દ્વારા મંત્રી બાવળીયા નો આભાર પ્રગટ કર્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.