મહીસાગર વન વિભાગ અને ગીર ફાઉન્ડેશન દ્વારા “જૈવવિવિધતા સંરક્ષણ તાલીમ”ના ઉદ્દેશ સાથે બે દિવસની તાલીમ કાર્યશાળાનો શુભારંભ
ભારત સરકારના પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયના ઍન્વાયર્મેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (ઈઈપી) 2024-25 અંતર્ગત જૈવ વિવિધતા અંગે સમજ કેળવી તેના સંરક્ષણ અને સંવર્ધનના મહત્વને સમજવા જેવી બાબતોને સાંકળી લેતી "જૈવવિવિધતા સંરક્ષણ તાલીમ" ના ઉદ્દેશ સાથે બે દિવસની તાલીમ કાર્યશાળાનો ગીર ફાઉન્ડેશન અને મહીસાગર વન વિભાગ દ્વારા વન ચેતના કેન્દ્ર લુણાવાડા ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.
કાર્યશાળાના ઉદઘાટન સમારોહમાં મદદનીશ વન સંરક્ષક અજયસિંહ રાઠોડે જૈવ વિવિધતા વિશે માહિતી આપી હતી તેમજ બે દિવસની આ કાર્યશાળા જીવનમાં કેવી રીતે ઉપયોગી છે તે વિશે સમજ આપી હતી. આ તાલીમ કાર્યશાળામાં વિવિધ સત્રમાં પર્યાવરણ માટે જીવન શૈલી, પર્યાવરણ માટે ટકાઉ જીવન શૈલીની ભૂમિકા, જૈવ પર્યાવરણ ખ્યાલો અને મુદ્દાઓ, સાધનો અને તકનીકો સાથે જૈવ વિવિધતાનું મૂલ્યાંકન, વન વ્યસ્થાપન પ્રથાઓ વિષય પર તજજ્ઞ કૃષિ યુનિવર્સિટી પ્રોફેસર ડો નારાયણસિંહ ચૌહાણ દ્વારા તાલીમાર્થીઓને માર્ગદર્શન આપશે.
આ વર્કશોપમાં નજીકના વન વિસ્તારની મુલાકાત ઉપરાંત તાલીમાર્થીઓ સાથે સમૂહ ચર્ચા અને સંવાદ પણ યોજાશે. આ કાર્યક્રમમાં લુણાવાડા આર એફ ઓ ડી વી સોલંકી, ટ્યૂટર રાહુલ શર્મા, યામીની પટેલ, એનજીઓના મયુર પ્રજાપતિ, વન વિભાગના કર્મચારીઓ, વેદાંત કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે
