બોટાદ જિલ્લામાં વરસાદની સ્થિતિને અન્વયે જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
(અસરફ જાંગડ દ્વારા)
બેઠકમાં પ્રભારી મંત્રીએ સ્થળાંતરિતોને અપાતી સુવિધાઓ, નીચાણવાળા વિસ્તારમાં ખાસ તકેદારી, વીજળીના થાંભલાઓ - વાયરોની તપાસ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા હોય તો દૂર કરવી, જિલ્લાની ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોની સલામતી અંગે માહિતી મેળવી મંત્રીશ્રીએ આરોગ્ય કેન્દ્રો ખાતે દવાનો જથ્થો સુનિશ્ચિત કરવા સહિતના મુદ્દાઓ પર બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. પ્રભારી મંત્રીશ્રીએ બોટાદ જિલ્લા વહીવટી તંત્રના આગોતરાં આયોજનને બિરદાવતા શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “ચોમાસાને અનુસંધાને તંત્રએ જૂનથી જ કામગીરી શરૂ કરી દીધી હતી, જેના કારણે પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર અગાઉથી જ તૈયાર હતું. માટે શક્ય વિકટ સ્થિતિને ટાળવામાં સફળતા મળી છે.”સમીક્ષા બેઠક બાદ પ્રભારી મંત્રીશ્રીએ બોટાદ નગરપાલિકા સંચાલિત શેલ્ટર હોમની મુલાકાત લઈ આશ્રિતો સાથે સંવેદનસભર સંવાદ સાધ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.