ખેડૂતો લક્ષી નિર્ણય, રાજ્યમાં જુવાર બાજરી અને રાગીમાં MSP ઉપરાંત રૂ.૩૦૦ બોનસ અપાશે : મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની મહત્વની જાહેરાત - At This Time

ખેડૂતો લક્ષી નિર્ણય, રાજ્યમાં જુવાર બાજરી અને રાગીમાં MSP ઉપરાંત રૂ.૩૦૦ બોનસ અપાશે : મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની મહત્વની જાહેરાત


(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા તથા જળસંપત્તિ પાણીપુર્વઠા વિભાગોના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ ખેડૂતો પ્રત્યે ઉદારતાપૂર્વક નિર્ણય કરીને બાજરી, જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત કિવન્ટલદીઠ રૂ.૩૦૦ બોનસ આપવાની જાહેરાત કરી છે. આ ત્રણ જણસ ઉપરાંત ડાંગર અને મકાઈની પણ ટેકાના ભાવે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખરીદી થશે. આ બધી ખરીદી લાભપાંચમથી યાને ૬ઠ્ઠી નવેમ્બરથી શરૂ થશે અને જે ૧૫મી જાન્યુઆરી-૨૫ સુધી ચાલશે. લઘુતમ ટેકાના ભાવે પોતાનો માલ વેચાણ કરવા માગતા ખેડૂતોએ ૩૧મી ઑક્ટોબર સુધીમાં તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે નાગરિક પુરવઠા વિભાગને કેબિનેટ મંત્રીનો સહાનુભૂતિપૂર્વકનો નિર્ણય તથા ગ્રામપંચાયત કક્ષાએ વીસીઈ મારફત બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન સાથે નોંધણી કરાવવી પડશે. નોંધણી વખતે ખેડૂતોએ આધારકાર્ડની નકલ, ગામ નમૂના ૭,૧૨, ૮-અની નકલો અને ૧૨ નંબરના નમૂનામાં વાવણીની એન્ટ્રી ના થઈ હોય તો તલાટીનો સહી સિક્કાવાળો દાખલો રજૂ કરવો પડશે. મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ એવું પણ જણાવ્યું હતું કે, ક્વિન્ટલ દીઠ બોનસ અને ટેકાના ભાવ સાથે બાજરી રૂ.૨,૯૨૫માં, જુવાર હાઇબ્રિડ રૂ.૩,૬૭૧માં, જુવાર (માલદડી) રૂ.૩,૭૨૧માં અને રાગી રૂ.૪,૫૯૦માં પ્રતિક્વિન્ટલ ખરીદાશે. જ્યારે ડાંગર કોમન રૂ.૨,૩૦૦ માં, ડાંગર-એ ગ્રેડ રૂ.૨,૩૨૦માં તથા મકાઈ રૂ.૨,૨૨૫માં પ્રતિ ક્વિન્ટલ ખરીદાશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.